ચીન સાથેના તણાવ વચ્ચે નૌસેના લીઝ પર રાખ્યા બે અમેરિકી પ્રીડેટર ડ્રોન- સીમા પર રાખશે બાજ નજર
- નૌસેના લીઝ પર રાખ્યા બે અમેરિકી પ્રીડેટર ડ્રોન
- સીમા પર કરી શકાશે તૈનાત – બાજ નજર રાખશે
- કંપની તરફથી ક્રું મેમ્બર પણ મોકલવામાં આવ્યા
- ક્રુ મેમ્બર દ્રારા ડ્રોનનું સંચાલન થશે
દિલ્હીઃ- એક તરફ પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને લઇને ચીન સાથે તણાવ ચીલી રહ્યો છે તો બહીજી તરફ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો ગાઢ બનતા જોવા મળી રહ્યા છે. નૌસેનાએ હિંદ મહાસાગર વિસ્તારમાં સર્વેલન્સ માટે અમેરિકન કંપની પાસેથી લીઝ પર બે પ્રિડેટર ડ્રોન લીધા છે. આ ડ્રોન પૂર્વ લદ્દાકમાં એલએસી પર બાજ નજર ખાવા માટે તૈનાત કરવામાં આવી શકે છે.
ચીન સાથેના ચાલી રહેલા તણાવની સ્થિતિનને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવેલી ઇમર્જન્સી પ્રોક્યુમેન્ટ પાવર હેઠળ નૌસેના દ્વારા આ યુએસ ડ્રોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ બંને ડ્રોન નવેમ્બરના બીજા અઠવાડિયામાં આવી પરહોંચ્યા હતા અને 21 નવેમ્બરના રોજ નૌસેનાના આઈએનએસ રઝાલી બેઝ પર ફ્લાઈંગ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આ સાથે જ ડ્રોન કાર્યરત થઈ ચટૂક્યા છે. 30 કલાકથી પણ વધુ સમય સુધી આકાશમાં રહેવાની ક્ષમતા ઘરાવે છે જે દરિયાઇ શક્તિ માટે ખૂબ કારગાર સાબિત થશે. આ ડ્રોનનું સ્ચાલન કરવા માટે કંપની તરફથી અમેરિકન ક્રૂ પણ મોકલવામાં આવ્યા છે જે આ ડ્રોનને સંચાલિત કરવામાં નેવીને મદદ કરશે.
ચીન સાથેના તણાવ વચ્ચે યુએસ અને ભારતનીા સંબંઘો ગાઢ બન્યા
- આ અમેરિકી ડ્રોનને ભારતીય રંગમાં રંગવામાં આવ્યા છે
- એક વર્ષની લીઝ પર લેવામાં આવ્યા છે.
- ત્રણેય સશસ્ત્ર દળમાં અમનેરિકીથી આવા વધુ 18 ડ્રોન ખરીદવાની તૈયારી
- યુનાઇટેડ સ્ટેટ્સ ખૂબ નજીકથી કામ કરી રહ્યા છે
- સર્વેલન્સ અને માહિતી શેર કરીને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
- બે એમક્યુ -9 સી ગાર્ડિયનના લીઝ પર રાખવાથી ભારત સરહદ પર સર્વેલન્સ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ કરવામાં મદદ કરશે.
- સી ગાર્ડિયનને એક વર્ષની લીઝ પર લેવામાં આવ્યો છે
- તાજેતરમાં, સરકારે સંરક્ષણ ઉપકરણો પરની નીતિઓ બદલી છે, જેણે હથિયાર ખરીદવાને બદલે ભાડે આપવાની પરવાનગી આપી છે
- સંરક્ષણ ઉપકરણોની નીતિઓમાં રાહત બાદ બે એમક્યુ -9 ને ભાડે આપવાનો સરકારનો આ પહેલો નિર્ણય છે.
- જેની ખાસ બાબત એ છે કે તેઓ 40 હજાર ફૂટની ઊંચાઇથી સતત સંચાલિત કરવામાં સક્ષમ છે.
- આ ડ્રોન 30 કલાક સુધી સતત આકાશમાં ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે.
- સાહીન-