કડકડતી ઠંડીનો કહેર યથાવત,દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું
દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે.ઠંડી સતત રેકોર્ડ તોડી રહી છે.ધુમ્મસની અસર પણ જોવા મળી રહી છે.દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, અત્યાર સુધી એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય છે.
દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીના કારણે સ્થિતિ એવી છે કે,શુક્રવારે પણ દિલ્હીના ચાર વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રીથી ઓછું હતું.દિલ્હીના આયાનગરમાં 1.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઠંડીનો અનુભવ થયો હતો.દિલ્હીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી નોંધાયું હતું.આ પહેલા ગુરુવારે ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો.
દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીએ લોકોને પરેશાન કર્યા છે. શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું અને લઘુત્તમ તાપમાન પણ ચાર ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું.દિલ્હીના આયાનગર વિસ્તારમાં તે સૌથી ઠંડી સવાર હતી, જ્યાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી નીચું 5.2 ડિગ્રી નોંધાયું હતું.રિજમાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ, સામાન્ય કરતાં 3.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું, લોદી રોડ 3.8 અને ઉજવામાં 2.8 ડિગ્રી સેલ્સિયસ હતું.