કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની નવી ગાઈડલાઈન રજૂ કરી
- કોરોનાને લઈને કેન્દ્ર એ નવી ગાઈડલ લાઈન રજૂ કરી
- કોરોનાના વધતા કેસોને લઈને લોકોને સતર્ક રહેવા જણાવાયું
દિલ્હી- છેલ્લા 3 વર્ષ જેટલા સમયગાળાથી વિશ્વમાં કોરોનાે હાહાકાર મચાવ્યો છએ જો કે ઘીરે ઘીરે કોરોનાના કેસ ઘટવા લાગ્યા પરંતુ ફરી એક વખત કોરોનાના કેસમાં ઘીની ગતિએ વધારો પણ નોંધાયો છે જેને લઈને કેન્દ્ર પણ ચિંતિત છે ત્યારકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાને લઈને નવી ગાઈડલાઈન રજૂ કરી છે.
કેન્દ્ર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝા તેમજ કોવિડ-નું જોખમ વધવાની સ્થિતી વચ્ચે કેન્દ્રએ રવિવારે કોવિડ માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી. થોડા દિવસો પહેલા, આરોગ્ય મંત્રાલયે અનેક રાજ્ય સરકારોને પત્ર લખીને તેમને વધતા કેસોનો સામનો કરવા માટે ટેસ્ટ, ટ્રેક, સારવાર અને રસીકરણની પાંચ-પાંખીય વ્યૂહરચનાનું પાલન કરવા પણ કહ્યું હતું
કેન્દ્રએ જારી કરેલી સુધારેલી માર્ગગર્શિકા અંગે વાત કરીએ તો નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે એ કોરોના સહીત તમને કોઈ વાયરલ ઈન્ફેક્શન કે સંક્રમણ થયું છે કે નહી તેની ખાસ તપાસ કરાવવી જોઈએ .જ્યાં સુધી વાઇરલ ઇન્ફેક્શનની શંકા ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો જોઇએ. અન્ય ચેપ સાથે કોવિડ-19ના સહ-સંક્રમણની શક્યતાને ધ્યાનમાં લેવી જોઈએ.
આ સહીત જો વાયરલ ઈન્ફેક્શન હોવા પર શારીરિક અંતર જાળવવું જોઈએ, ઇન્ડોર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, શરીરનું તાપમાન અને ઓક્સિજન સ્તરનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ .આ સહીત આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો શ્વાસ લેવામાં તકલીફ, તાવ, ઉધરસ 5 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ
ઉલ્લેખનીય છે કે આ દિશાનિર્દેશો પર જાન્યુઆરી મહિનામાં ચર્ચા કરવામાં આવી હતી. ગંભીર લક્ષણો અથવા વધુ તાવના કિસ્સામાં, રેમડેસિવીર (પહેલા દિવસે 200 મિલિગ્રામ IV અને પછીના 4 દિવસ માટે 100 મિલિગ્રામ IV OD) પાંચ દિવસ માટે ધ્યાનમાં લઈ શકાય છે.માર્ગદર્શિકા એવી કેટલીક દવાઓની યાદી આપે છે જેનો ઉપયોગ COVID-19 માં થતો નથી – જેમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિન, આઇવરમેક્ટીન, મોલાનુપીરાવીર અને ફેવીપીરાવીરનો સમાવેશ થાય છે.