રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતના પૂર્વ કેન્દ્રીય પ્રધાને પાકિસ્તાન અને ચીનને લઈને વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હીઃ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા પૂર્વીય કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, જો ચીન અથવા પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો તેણે યુક્રેનની જેમ પોતાની લડાઈ એકલા જ લડવી પડશે. તેની મદદ માટે કોઈ આગળ નહીં આવે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ નેતા હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે, તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્ય મંચો ઉપર મતદાનથી ભારત દૂર રહેલા એક સંદેશ પણ ગયો છે કે, તે ખોટા કામમાં રશિયાનો સાથ આપી રહ્યું છે. સિક્યુરિટી કાઉન્સિલ અને અન્ય મંચો પર મતદાન કર્યું હતું. ભારતને દૂર રહેવાના નિર્ણયથી એ સંદેશ પણ ગયો છે કે તે ‘ખોટી બાબત’માં રશિયાનું સમર્થન કરી રહ્યું છે.
યશવંત સિન્હાએ કહ્યું છે કે પોતાની સુરક્ષા અંગે રશિયાની ચિંતા વાજબી હતી, પરંતુ તેની યુદ્ધની પદ્ધતિ ખોટી અને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થતાં જ ભારતે રશિયા સાથે વાત કરવી જોઈતી હતી. તેમણે બંને દેશો પર વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવા માટે દબાણ કરવું જોઈતું હતું. ‘રશિયા સાથે અમારી ઘણી જૂની મિત્રતા છે. તે દરેક તક પર ભારત માટે કામમાં આવ્યો છે. તે અમારા ખૂબ જ મૂલ્યવાન મિત્ર છે, તેમાં કોઈ શંકા નથી. પણ, જો કોઈ ખૂબ જ નજીકનો મિત્ર પણ ભૂલ કરે તો, મિત્ર તરીકે, અમને કહેવાનો અધિકાર છે કે ભાઈ, આ ભૂલ ન કરો.
હઝારીબાગના ભૂતપૂર્વ સાંસદ યશવંત સિંહાએ કહ્યું, ‘જો કે, અત્યાર સુધી એવા કોઈ પુરાવા સામે આવ્યા નથી કે ભારત સરકારે આવું કંઈ કર્યું હોય. સંઘર્ષ શરૂ થયા પછી તરત જ આપણા વિદેશ મંત્રીએ ત્યાં જઈને પુતિનને મોદી સાથે વાત કરાવવાનો પ્રયાસ કરવો જોઈતો હતો, પરંતુ ભારત દ્વારા આવી કોઈ પહેલ કરવામાં આવી ન હતી.
યશવંત સિન્હાએ કહ્યું કે મારુ માનવું છે કે અમેરિકા હોય કે યુરોપ, પશ્ચિમી દેશોનું નેતૃત્વ નબળું પડી ગયું છે અને ક્યાંક પુતિનને એ વાતનો અહેસાસ થયો છે કે જો તેમણે કોઈ પણ પ્રકારનું ‘જોખમી પગલું’ ભર્યું તો ‘પશ્ચિમી લોકશાહી’ તેમની સાથે સ્પર્ધા કરવા તૈયાર નહીં થાય. .
સિંહાએ કહ્યું કે જે રીતે યુક્રેન અને રશિયાના મામલામાં આખું વિશ્વ તટસ્થ રહ્યું છે, તેવી જ સ્થિતિ જો ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ થાય તો પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે ભારતની દિશા ખૂબ જ સ્પષ્ટ છે. જો કંઇક થશે, તો આપણું અહીં શું થશે? પાકિસ્તાન સાથે કે ચીન સાથે સંઘર્ષ થઈ શકે છે. તેથી આવી સ્થિતિમાં ભારત કોઈપણ સંઘર્ષમાં એકલું છે અને તેણે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે.