- ગૃહમંત્રી શાહની મનીપુરની મુલાકાત બાદ પડ્યો પડઘો
- રાજીવ સિંહ બન્યા આગામી DGP
દિલ્હીઃ- મણીપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા ચાલી રહી હતી ત્યાર બાદ ગૃહમંત્રી શાહ મનીપુરની મુલાકાત લીધી હતી શાહની મુલાકાતનો રાજ્યમાં હવે પડઘો પડ્યો છે. કારણ કે અમિત શાહની મણિપુર મુલાકાત બાદ આ હિંસાની ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે રાજીવ સિંહને મણિપુરના નવા ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે.
સ્પેશિયલ સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એક આદેશ જારી કરીને માહિતી આપી છે કે રાજીવ સિંહ તાત્કાલિક અસરથી મણિપુરના નવા ડીજીપી બનશે. રાજીવ સિંહ પી ડોંગલેનું સ્થાન લેશે, જેમને રાજ્ય સરકાર દ્વારા ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી પોસ્ટ P Doungel માટે બનાવવામાં આવી છે.
જો રાજીવ સિંહ વિશે વાત કરીએ તો રાજીવ સિંહ 1993 બેચના IPS અધિકારી છે અને CRPFમાં ઈન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા પણ આપી ચૂક્યા છે. ગૃહ મંત્રાલયે રાજીવ સિંહને ત્રિપુરા કેડરમાંથી ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન પર મણિપુર કેડરમાં ટ્રાન્સફર કર્યા છે. ગૃહ મંત્રાલયે રાજીવ સિંહની નિમણૂક જાહેર હિતમાં વિશેષ કેસ હેઠળ નીતિમાં રાહત આપતાં કરી છે. આ આદેશ અમિત શાહના મણિપુર પ્રવાસ દરમિયાન આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા પછી તરત જ કેન્દ્ર સરકારે CRPFના ભૂતપૂર્વ વડા કુલદીપ સિંહને મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. મણિપુરમાં છેલ્લા એક મહિનાથી જાતિય હિંસાની ઘટનાઓ બની રહી છે.