1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું ટ્વિટ વાયરલ – કહ્યું હતું, ‘મે સમન્દર હું લોટ કે વાપસ આઉંગા’
મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું ટ્વિટ વાયરલ – કહ્યું હતું, ‘મે સમન્દર હું લોટ કે વાપસ આઉંગા’

મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું ટ્વિટ વાયરલ – કહ્યું હતું, ‘મે સમન્દર હું લોટ કે વાપસ આઉંગા’

0
Social Share
  • મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ
  • વચ્ચે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું ટ્વિટ વાયરલ –
  • મંત્રી પદ છોડતા  કહ્યું હતું, ‘મે સમન્દર હું લોટ કે વાપસ આઉંગા’

મહારાષ્ટ્રના રાજદકરણમાં પલટો આવાની તૈયારી માં છએ વિતેલા દિવસે સીએમ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામિ આપીને સીએમનું પદ છોડ્યું હતું ત્યારે હવે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદ સંભાળવાની કવલાય.ત શરુ થઈ ચૂકી છે.

કહેવામાં આવી રહ્યું છે કે  શિંદે જૂથ સાથે ભાજપની વાતચીત નક્કી જ છે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019 માં, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કાવ્યાત્મક શૈલીમાં તેમના હૃદયની પીડા વ્યક્ત કરતા કરી હતી અને સીએમ પદ છોડ્યું હતું .

આ સમયે તેમણે કહ્યું હતું કે ,  મારું પાણી ઉતરતું જોઈને તમે કિનારા પર ઘર ન બનાવી દેતા . હું સમુદ્ર છું, હું ચોક્કસ પાછો આવીશ. જ્યારે હવે ફરી એક વખત સત્તામાં આવવાના એહવાલો વચ્ચે હવે તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે જૂથના બળવા બાદ મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પડી ભાંગી છે. હવે એકનાથ શિંદે જૂથની મદદથી ભાજપ ફરી એકવાર સત્તામાં પાછઈ ફરી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે તેવા સમાચારો વાયુવેગ પ્રસરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 30 જૂને રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉદ્ધવ ઠાકરે જાણતા હતા કે તેમની પાસે તેમના પછીનો નંબર નથી. આવી સ્થિતિમાં તેમણે ફ્લોર પર જઈને સરકાર પડવાની જગ્યાએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.ત્યારે હવે આ પદ ફડણવીસ સંભઆળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે શિંદેનું જૂથ બીજેપી સાથે મળીને સત્તા સંભાળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code