- પીએમ મોદીના સલાહકાર બન્યા અમિત ખરે
- વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે
- લાલુ પ્રસાદ સામે ચારા કૌંભાડમાં નોંધી હતી એફઆઈઆર
દિલ્હીઃ- ભારતીય વહિવટી સેવાના પૂર્વ અઘિકારી અમિત ખરેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવ્યા છે વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના IAS અધિકારી ભૂતપૂર્વ અમલદાર અમિત ખરે માનવ સંસાધન વિકાસ અને માહિતી પ્રસારણ મંત્રાલયોમાં સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
ભૂતપૂર્વ અમલદાર ખરે ગયા મહિને જ ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેમને બે વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમિત ખરે વર્ષ 1990 ના દાયકામાં ઝારખંડમાં ચાઇબાસાના જિલ્લા મેજિસ્ટ્રેટ પણ રહી ચૂક્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ ચારા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.અને તેમણે લાલુ પ્રસાદ યાદવ સામે એફઆઈાર પણ નોંધી હતી.
ચારા કૌભાંડની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેની પોતાની લેખિત FIR પર શરૂ કરવામાં આવી હતી, જેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રા સહિત ઘણા ટોચના નેતાઓ અને અધિકારીઓ દોષિત સાબિત થયા હતા. લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડ સંબંધિત કેસમાં તાજેતરમાં રાંચી જેલમાં સજા ભોગવી રહ્યા હતા.
આ સાથે જ અમિક ખરે એ પ્રધાનમંત્રી મોદીના નિર્દેશન હેઠળ નવી શિક્ષણ નીતિ 2020 ઘડવામાં અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ડિજિટલ મીડિયા નિયમો બદલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, ભૂતપૂર્વ કેબિનેટ સચિવ પી કે સિન્હા અને પૂર્વ સચિવ અમરજીત સિન્હાએ પીએમઓમાં સલાહકારોના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓને હટાવ્યા બાદ ખાલી જગ્યા પર અમિત ખરેને નિયુક્ત કરવામાં આવ્યા છે.અમિત ખરેની પત્ની નિધિ ખરે પણ ઝારખંડ કેડરના 1992 બેચના IAS છે અને હાલમાં કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કાર્યરત છે.