Site icon Revoi.in

અમદાાદઃ અમિત શાહ 800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

Social Share

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસીંગના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સુરક્ષાનું અધ્યયન કરનારા લોકો પણ સ્વીકારે છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા તે પછી દેશની સુરક્ષા મજબૂત છે. આપણી સરહદો સુરક્ષિત છે. ભારતીય નૌસેના, કોસ્ટગાર્ડ, સમુદ્રી પોલીસ, સીમા પર રહેતા લોકો અને માછીમારો આ તમામની સુરક્ષાનું સુદર્શન ચક્ર બનાવવા માટેની વ્યવસ્થિત સુરક્ષાનીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અપનાવી છે

અમિત શાહે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં બોરીજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને રમકડાંનું વિતરણ કર્યું. સાંજે 6 વાગેની આસપાસ ગાંધીનગર મહાનગરપાલિસાએ સિવિલ હોસ્પટિલમાં ઓડિરોયમમાં તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ રવિવારે અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં છારોડી ખાતે બનેલા તળાવ, ચાંદખેડામાં GSRTCvની નવી 320 બસો, નારણપુરામાં નવા જીમ્નેશિયમ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. ઉપરાંત અમદાવાદમાં 2500 શહેરી મકાનોના ડ્રો કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.