1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ધૂળેટીના પર્વની અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી
ગાંધીનગરમાં ધૂળેટીના પર્વની અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી

ગાંધીનગરમાં ધૂળેટીના પર્વની અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ધૂળેટીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતુ. તમામ શહેરો અને ગાંમડાઓમાં પણ એકબીજાને રંગીને રંગોત્સવની મોજ માણી હતી. અમદાવાદ અને સુરતમાં તો યુવાઘન ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું છે. ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબા રમી રહ્યા છે. બપોર બાદ પણ લોકોનો ઉત્સાહ અવિરત જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર લોકસભા પરિવાર આયોજિત ધુળેટી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે એકબીજાને રંગ લગાવી કાર્યકર્તાઓ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી.

પાટનગર ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ  રાજભવનમાં લેડી ગવર્નર દર્શનાદેવી અને રાજભવન પરિવારના બાળકો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. કુદરતી ફૂલોમાંથી બનેલા પ્રાકૃતિક રંગોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને રંગ્યા હતા. રંગોના આ ઉત્સવે રાજ્યપાલે સૌને પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપ્યો હતો. આ સાથે રસાયણમુક્ત કૃષિ-પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને સ્વસ્થ, નિરોગી અને પ્રસન્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. રાજભવનમાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન પરિવારના બાળકોએ રંગોથી રંગ્યા હતા. શહેરના દરેક સેક્ટરમાં ધૂળેટી પર્વની ઊજવણી કરવામાં આવી હતી ગાંધીનગર લોકસભા પરિવાર દ્વારા ધુળેટી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે એકબીજાને રંગ લગાવી કાર્યકર્તાઓ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી.

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલા બાલાજી ફાર્મમાં ધૂળેટી રંગોત્સવ યોજાયો હતો. જેમાં ડીજે અને નાસિક ઢોલના તાલે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. ફેસ પેન્ટિંગ, બલૂન ફાઇટ, ફોર્મ,લાઈવ પેન્ટિંગ અને ફોટો બૂથ રાખવામાં આવ્યું હતું. ગુલાબના ફૂલની પાંદડીઓ પણ રાખવામાં આવી હતી. નવા અને ટ્રેન્ડિંગ ગીતો પર યુવાઓ અને યુવતીઓ ઝૂમી ઊઠ્યાં હતાં. જ્યારે રંગીલા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કવિ રમેશ પારેખ રંગદર્શન હોલમાં મોટી સંખ્યામાં વિવિધ ગ્રૂપમાં લોકો ઊમટી પડ્યા હતા. ઢોલના તાલે રંગીલા શહેરીજનોએ એકબીજાને રંગ લગાવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ રંગોના તહેવારની ઉજવણી કરી હતી. આ જ રીતે સુરતમાં પણ પોલીસ અધિકારીઓએ એકબીજાને રંગ લગાવી ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code