હિમાચલ પ્રદેશમાં અમિત શાહે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ અ ગુજરાતમાં હાલ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે એક સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
હિમાચલ પ્રદેશમાં મતદાન પહેલા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જોરશોરથી પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિમાચલ પ્રદેશના પાલમપુરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે અગાઉ કોઈ માનતું ન હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી શકાય. પરંતુ ભાજપના રાજમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 પણ હટી ગઈ અને જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ પણ બની ગયો.