Site icon Revoi.in

દિલ્હી પોલીસના 74 માં સ્થાપના દિવસ પર અમિત શાહે અભિનંદન આપ્યા

Social Share

દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે દિલ્હી પોલીસના 74 માં સ્થાપના દિન નિમિત્તે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને કહ્યું હતું કે, તેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ રાજધાનીની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે.

તેમણે ટવિટ કર્યું કે, ‘દિલ્હી પોલીસના 74 માં સ્થાપના દિવસ પર તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ.વિપરીત પરિસ્થિતિમાં પણ દેશની રાજધાનીની સલામતી અને શાંતિ-વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે પૂર્ણત સમર્પિત દિલ્હી પોલીસના બહાદુર જવાનોની હિંમત,સંયમ અને સંકલ્પને સલામ કરું છું.

દિલ્હી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેનારા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે,2020 થી દિલ્હી પોલીસના પડકારો અને સંઘર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. એવા ઘણા દેશો છે, જે ભારતમાં અસ્થિરતા લાવવા માંગે છે. ગયા વર્ષે દિલ્હીમાં થયેલા ગેરકાયદેસર પ્રદર્શન આ કાવતરાનો ભાગ હતો. દિલ્હી પોલીસે તેને જે રીતે સંભાળ્યું તે તમામ સુરક્ષા દળો માટે આદર્શ છે.

દેવાંશી-