ગાંધીનગરમાં અમિત શાહે 1.65 લાખની લીડ વટાવી, નવસારીમાં CR પાટિલ, બનાસકાંઠામાં ગેનીબેન ફરી આગળ
અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી કરવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતની 25 બેઠકો પર પણ મતગણતરી થઈ રહી છે. ગાંધીનગરની બેઠક પર ચોથા રાઉન્ડમાં ભાજપના અમિત શાહ 1.65 મતોથી આગળ છે. જ્યારે નવસારીની બેઠક પર સીઆર પાટિલ 88 હજાર મતોથી આગળ છે જ્યારે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગનીબેન ઠાકોર પણ આગળ ચાલી રહ્યા છે.ખેડા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ 61853 મતોથી આગળ ચાલી રહ્યા છે. કચ્છની બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે, આણંદની બેઠક પર ભાજપના મિતેષ પટેલ માત્ર 772 મતોથી આગ ચાલી રહ્યા છે. રાજકોટમાં રૂપાલા પણ એક લાખથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે.
ચોથા રાઉન્ડના અંતે સી.આર.પાટીલ 88 હજાર મતથી આગળ, ધવલ પટેલ 85 હજાર મતથી આગળ; ચૈતર વસાવા 21 હજાર મતથી પાછળ છે. જ્યારે બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ બરાબરીની ટક્કર જોવા મળી રહી છે. ત્યારે આ બેઠક પરથી ગેનીબેન ઠાકોર ભાજપના ઉમેદવારથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસમાંથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપમાંથી રેખાબેન ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ગેનીબેનનું ખૂબ જ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા બેઠક પરથી ભાજપના સૂપડા સાફ થઈ જાય તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. બે ટર્મથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એક મજબૂત નેતાની છબી ધરાવે છે. ગેનીબેન ઠાકોરને સામાન્ય માણસ સાથે રહેનારા અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકે માનવામાં આવે છે. તેમના સમર્થનમાં પ્રિયંકા ગાંધી પણ સભા ગજાવી ચૂંક્યા છે. આ ઉપરાંત, તેઓએ અલગ જ અંદાજમાં પ્રચાર પ્રસાર પણ કર્યો હતો.
આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે.