ગાંધીનગર સીટ પરથી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ નામાંકન પત્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યા હાજર
ભવ્ય રોડ શો યોજ્યા બાદ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. 12 વાગ્યેને 39 મિનિટના વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેમણે નામાંકન પત્ર ભર્યું છે. ગઈકાલે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યકરો સાથે શક્તિ-પ્રદર્શન કર્યા બાદ જાહેરસભા યોજી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર
અમિત શાહે નામાંકન ભર્યુ ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના ટોચના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ફરીથી ગાંધીનગર માટે તક મળી તેમણે પક્ષનો આભાર માન્યો હતો.
ભારતને વિશ્વગુરુ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇનું સપનું છેઃ અમિત શાહ
આ પ્રસંગે.તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી વડાપ્રધાન મોદીને 400 પારના લક્ષ્ય સાથે લડવામાં આવી રહી છે. ભારતને વિકસિત બનાવવામાં આ ચૂંટણી મહત્વની રહેશે. પહેલા ગુજરાતે સીએમ મોદીનું શાસન જોયું. તેના પછી હવે સમગ્ર દેશ વડાપ્રધાન તરીકે તેમનું શાસન જોઈ રહ્યો છે. તેમણે દેશને નવી દિશા આપી છે. તેમનું ધ્યેય દેશને વિકસિત બનાવવાની સાથે વિશ્વગુરુ બનાવવાનું પણ છે. આના માટે તે ગુજરાત માટે જેમ દિવસના 20-20 કલાક કામ કરતા હતા તેમ દેશ માટે કામ કરી રહ્યા છે. તેમણે દેશને નવા જ ડિજિટલ યુગમાં મૂકવાનું સ્વપ્ન જોયું છે. તેથી 400 બેઠક બીજું કશું જ નહીં પણ તેમના આ સપના પર લોકો દ્વારા મારવામાં આવનારી મ્હોર છે.
, , , , CM, , ,