- શહેરના સિન્ધુભવન રોડ પર ઓક્સિજન પાર્કમાં 67 લાખથી વધુ ફૂલ-છોડ,
- મકરબામાં સ્વિમિંગ પુલનું નવુ નજરાણું,
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રિય ગૃહમંત્રીએ એક દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સાત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા. જેમાં થલતેજમાં સિન્ધુભવન રોડ પર ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ હતુ. આ પાર્ક શહેરના લોકોને તાજી હવા અને આરામદાયક પર્યાવરણ પૂરૂં પાડશે. જેમાં સ્થાનિક રહેવાસીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમિત શાહએ શહેરના મકરબા, વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ આ વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ કરાશે. આ સાથે જ, મકરબા સ્થિત નવનિર્મિત સ્વિમિંગ પૂલ અને વ્યાયામશાળાનો પણ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
અમદાવાદ શહેરમાં આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે એક દિવસમાં રૂ. 1003 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતુ. સિંધુ ભવનના ઓક્સિજન પાર્ક, મકરબામાં નવા સ્વિમિંગ પૂલ અને જીમનેશિયમનું ઉદ્ઘાટન કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સભા સ્થળની બહાર AMCના સફાઈ કામદારો અને નાના બાળકોની સાથે વાતચીત કરી હતી. તેઓએ બાળકો અને કામદારો સાથે હાથ મિલાવી વાતચીત કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શહેરના મેયર સહિત પદાધિકારીઓ, ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારનો આભાર માનું છું કે, અમદાવાદના 1000 કરોડના કામો પૂરા કર્યા છે. છેલ્લાં 5 વર્ષથી સાંસદ બન્યો ત્યારથી AMC અને સરકારે વર્ષમાં 5000 કરોડના કાર્યો કર્યા છે. અમદાવાદ શહેર વિકાસના નવા રેકોર્ડ તોડી રહ્યું છે. અનેક પ્રકારના કામો જેમાં સ્વચ્છતા, આરોગ્ય, રમત ગમત, પર્યાવરણની જાળવણી માટેના કામો કર્યા છે. આજે અમદાવાદના નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું. આપણી આવનારી પેઢી માટે 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાના છે. ખૂબ સુંદર અભિયાન છે. હું આની સાથે ખૂબ નજીકથી જોડાયેલો છું. ઓક્સિજન વધારવાનું કામ આપણે કરવાનું છે. જળ વાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ પૃથ્વી અને માનવ માટે ખૂબ જ ગંભીર છે. એક માં પેડ કે નામ અભિયાન ચાલી રહ્યું છે. દરેક નાગરિકોને અપીલ કરું છું કે AMC ઓક્સિજન પાર્ક બનાવે અને મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો વાવે પરંતુ, દરેક અમદાવાદીઓ એક વૃક્ષ વાવો. સમગ્ર દેશમાં અનેક શહેરોમાં વૃક્ષો વાવવાના સંકલ્પ લીધા છે. હું નાગરિકોને અપીલ કરું છું કે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાવ. દેશે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા છે. હમણાંની ચૂંટણીમાં ત્રીજી વાર વડાપ્રધાન બનાવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે અમિત શાહે એક દિવસમાં રૂ. 1003 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. અમિત શાહે મધ્યમવર્ગના પરિવારજનોને ક્વોલિટી લાઇફ આપતાં વિકાસ કાર્યોની ભેટ આપી છે. મેગા અને સ્માર્ટસિટીને વધુ સુવિધાયુક્ત બનશે. વિવિધ વિકાસ કાર્યોથી ઇઝ ઓફ લિવિંગ વધશે. વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ સુશાસનનું મોડલ ગુજરાતમાં વિકસાવ્યું છે. અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યો કર્યા છે. AMCએ 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. આજે અમિત શાહે પણ વૃક્ષારોપણ કર્યું છે.