Site icon Revoi.in

અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રીને મળ્યા,અલ્પસંખ્ય હિન્દુઓ પર થયેલ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

Social Share

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે તેમના બાંગ્લાદેશી સમકક્ષ અસદુઝમાન ખાનને મળ્યા હતા.આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.સૂત્રોએ આ માહિતી આપી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે,શાહે ખાન સાથે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ગૃહ મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘નો મની ફોર ટેરર’ સંમેલનની તક પર બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાન સાથે મુલાકાત કરી.બંને પક્ષોએ સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.

ખાન અહીં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ત્રીજા મંત્રી સ્તરીય ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા છે.તે બે દિવસીય કોન્ફરન્સ છે.શુક્રવારે, કોન્ફરન્સમાં 75 થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 450 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.