અમદાવાદ: શહેરના આંગણે 2036માં વૈશ્વિક ઓલિમ્પિક યોજાય એવી શક્યતા છે. ભારતને યજમાનપદ મળશે તો ઓલિમ્પિક અમદાવાદના આંગમે યોજાશે તે નક્કી છે. અને તેના માટેની તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદની મુલાકોતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ઓલિમ્પિક માટેની માળખાકીય સુવિધાની સમીક્ષા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ 2036ના ઓલિમ્પિક મહોત્સવનું યજમાનપદ ભારત મળે તેવી પુરતી શક્યતા છે. અને ઓલિમ્પિક અમદાવાદમાં યોજાશે. આ વૈશ્વિક ખેલ મહોત્સવના આયોજન માટે કેન્દ્ર તથા ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ આયોજન માટે જરૂરી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલકુદ સ્ટેડીયમ અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની તૈયારીઓ માટે સમીક્ષા કરી હતી. 2036ના ઓલિમ્પિકના યજમાનપદ માટે ભારત લીડ કરી શકે છે. જે માટે ઓલિમ્પિક આયોજન કમીટી પૂર્ણ રીતે સંતોષ થાય તે માટેની માળખાકીય સુવિધાઓ ઉભી કરવી જરૂરી છે. જો કે વિશ્વના અનેક દેશો 2036ના ઓલિમ્પિક યજમાન પદ માટે સ્પર્ધામાં છે. જેમાં હાલમાંજ ફુટબોલ વિશ્વકપ સફળતાપૂર્વક યોજનારા કતાર પણ સ્પર્ધામાં છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઓલિમ્પિક મહોત્સવ માટે વિશ્વકક્ષાના સ્ટેડીયમ અને જરૂરી માળખાકીય સુવિધા હજારો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે આવાસ માટે ખાસ ઓલિમ્પિક વિલેજ પણ તૈયાર કરવાનું રહેશે. જે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન વિ.ની સુવિધા પણ જરૂરી છે. જે એક ભગીરથ કાર્ય છે અને કેન્દ્ર સરકારે 2036ની તૈયારી 2022માં જ શરૂ કરી હતી જે હવે 2023માં ગતિ પકડી રહી છે. જો ભારતને આ યજમાનપદ મળે તો 2024માં પેરીસ 2028માં લોસએન્જીલીસ અને 2032માં બ્રિસબેન બાદ ગુજરાતનું અમદાવાદ આ રીતે વૈશ્વિક શહેર તરીકેનું સન્માન મેળવશે.