- અમિત શાહે ગર્ભવતી મહિલાઓ માટે લાડુ યોજના શરુ કરી
- આ હેઠળ દર મહિને મહિલાઓને 15 લાડુ અપાશે
દિલ્હીઃ-આપણા દેશની સરકાર સગર્ભા સ્ત્રીઓને લઈને ઘણા જગૃતિ અભિયાન ચલાવી રહી છે તે ઉપરાંત માતા અને બાળક બન્નેને પોષણ યૂક્ત આહાર મળે તે હેતુથી આંગળવાડીમાંથી કેટલાક ફૂડ પેકેટ પણ આપવામાં આવે છે,આ દિશામાં સગર્ભા સ્ત્રી વધુ તંદુરસ્ત રહે અને તેને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે ગૃહમંત્રી અમિત શાહે એક નવી યોજનાનો આરંભ કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિતેલા દિવસને સોમવારના રોજ ગુજરાતની મુલાકાતે હતા ત્યા તેઓ પોતાના સદીય ક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક ‘લાડુ વિતરણ યોજના’નો આરંભ કર્યો હતો, આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, બાળક અને સગર્ભા માતા સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી કોઈ પણ દેશ પ્રગતિ કરી શકતો નથી.
ગૃહમંત્રીએ આ બબાતમાં વધુમાં કહ્યું કે, ગાંધીનગરના સાંસદ તરીકે મેં આ નિર્ણય લીધો છે કે અહીંની તમામ સગર્ભા માતાઓ અને બાળકો સ્વસ્થ રહેવા જોઈએ, આ બેઠળ હવેથી એટલે કે આજથી સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી દર મહિને ગાંધીનગરની સાત હજારથી પણ વધુ સગર્ભા સ્ત્રીઓને 15 પૌષ્ટિક લાડુ આપવામાં આવશે.
આ મહિલાઓને લાડુ આપવાનો હેતું જણાવતા તેમણએ કહ્યું કે, સ્ત્રીઓ તેમના બાળકોના જન્મ સુધી યોગ્ય પોષણ મેળવી શકે. શાહે કહ્યું કે આ યોજના ગર્ભવતી માતાઓ અને તેમના બાળકોના સારા સ્વાસ્થ્યન અને પોષક આહારમાં ફાયદાકારક સાબિત થશે.આ બાબતને લઈને શાહે કહ્યું કે, ‘સાચુ પોષણ, દેશ રોશન’ના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષ્ય નક્કી કર્યું છે કે દેશમાં કોઈ માતા અને બાળક કુપોષણનો ભોગ ન બનવો જોઈએ.