Site icon Revoi.in

સાબરમતી રિવરફ્રન્ટની દીવાલ પર સીરામીક માટીના ગાંધીજીના ભિતચિત્રને અમિત શાહે ખૂલ્લું મૂક્યું

Social Share

અમદાવાદઃ સત્ય અને અહિંસાના પૂજારી,રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સાબરમતીના તટ ઉપર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ,ભારત સરકાર દ્વારા આયોજીત માટીના કુલ્હડમાંથી બનાવેલ પૂજ્ય બાપુના ભીંતચિત્રનું અનાવરણ ગાંધીનગર લોકસભાના સાંસદ,કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય MSME મંત્રી  નારાયણ રાણે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ,ભારત સરકાર ના પદાધિકારીઓ તથા સૌ મહાનુભાવો હાજર રહ્યા હતાં

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને ખાદી સ્વરૂપે એક મહામૂલી ભેટ આપી હતી. ખાદીએ માત્ર કપડું નથી, ખાદીએ સ્વદેશી અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. આજે પણ ખાદી થકી સ્વરોજગારની પરંપરા ખાદી અને ગ્રામોધોગ આયોગે જાળવી રાખી છે.ત્યારે આજના આ શુભદિને આપણે બાપુને યાદ કરીએ છીએ. બાપુના સત્કાર્યોને યાદ કરીએ છીએ. અને તેમના સન્માનમાં સાબરમતી રિવરફ્રન્ટ બિલ્ડીંગની દીવાલ પર મહાત્મા ગાંધીનો એક ભિતચિત્ર દેશને સમર્પિત કરીએ છીએ. અભિજીત ચિત્ર માટીની કુલડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ જણાવ્યું હતું.

આ પ્રકારનું ભિતચિત્ર  સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનો અને આપણા દેશમાં અને ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં પ્રથમ ક્રમનું છે. સો ચોરસ મીટરનું વિશાળ કદનું આ ભિતચિત્ર 2975 હાઈ ક્વોલિટી સીરામીક ચિનાઈ માટીની કુલડી કે કુલડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તમામ ઋતુમાં વેધર કન્ડિશનમા ટકી શકે તેવું આ ભિતચિત્ર ઓછામાં ઓછું 50 વર્ષ સુધી લકી રહેશે. વિશેષ કૌશલ્ય ધરાવતા 75 skilled કુંભાર કારીગરો દ્વારા આ ભીંતચિત્ર ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે. કયા તમામ સ્કીલ કારીગરોને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તરફથી કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત એમ્પાવર કરવામાં આવ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 30 જાન્યુઆરી 2022 ના રોજ મહાત્મા ગાંધીનો 74મો શહીદ દિવસ તથા સમગ્ર દેશમાં આઝાદીનો  એટલે કે આઝાદીના 75 વર્ષ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને ખાદી સ્વરૂપે એક મહામૂલી ભેટ આપી હતી. ખાદીએ માત્ર કપડું નથી, ખાદીએ સ્વદેશી અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. આજે પણ ખાદી થકી સ્વરોજગારની પરંપરા ખાદી અને ગ્રામોધોગ આયોગે જાળવી રાખી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય પ્રધાન રાણે અને ધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.