દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે શ્રીનગર પહોંચ્યાં હતા. જ્યાંથી તેઓ નવગાંવ પહોંચ્યા હતા જ્યાં તેઓ શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહમદના ઘરે પરિવારને મળ્યાં હતી. આ દરમિયાન તેમણે શહીદ પરવેઝ અહેમદના પત્ની ફાતિમાને જમ્મુ-કાશ્મીર પ્રશાસનમાં સરકારી નાકરી આપી હતી. શાહ દ્વારા નિમણુંક પત્ર પણ તેમને આપવામાં આવ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરમાં લોકોને એક વિશ્વાસ સંપાદિત કરાવવા માંગે છે. કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ તેમની પહેલો પ્રવાસ છે. આ દરમિયાન તેઓ ઘાટીની સુરક્ષાની પણ સમીક્ષા કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રીનગર એરપોર્ટ ઉપર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ્રે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, ઘાટીમાં સુરક્ષા દળની વધારાની ટીમો તૈનાત કરાઈ છે. વિશેષ રૂપથી શહેરમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સામાન્ય નાગરિકોની હત્યાના બનાવોમાં થઈ રહેલી હત્યાના પગલે અર્ઘલશ્કરી દળની 50 જેટલી કંપનીઓ ઘાટીમાં તૈનાત કરાઈ છે. શ્રીનગરમાં કેટલાક વિસ્તાર ઉપરાંત ઘાટીના અનેક વિસ્તારમાં સીઆરપીએફના બંકર બનાવવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓની ઘાતકી હત્યાના બનાવોમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા દળોએ આતંકવાદી પ્રવૃતિને ડામી દેવા માટે અભિયાનને વધુ વેગવંતુ બનાવ્યું છે. બીજી તરફ કાશ્મરમાં નિર્દોશ નાગરિકોની હત્યાને પગલે સમગ્ર દેશમાં લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવાની માંગણી કરવામાં આવી રહી છે.