Site icon Revoi.in

અમિત શાહ આજે PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને સંબોધશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુરુવાર, 10 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરશે. વાર્ષિક સત્રની થીમ ‘’વિકસિત ભારત @ 2047: પ્રગતિના શિખર તરફ કૂચ’ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને સમગ્ર દેશ સમર્પણ અને નિષ્ઠા સાથે તે દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. 119મા સત્રમાં ઉદ્યોગના 1500 જેટલા બિઝનેસ પર્સન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બેન્કર્સ, એડવોકેટ્સ વગેરે ભાગ લેશે.

(PHOTO-FILE)