- કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ સોમવારે નવી દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પર એક તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે
- કાર્યક્રમનો ઉદ્દેશ સંસદ, રાજ્ય વિધાનસભાઓ, વિવિધ મંત્રાલયો, વૈધાનિક સંસ્થાઓ અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ વચ્ચે કાયદાકીય મુસદ્દા તૈયાર કરવાના સિદ્ધાંતો અને પ્રથાઓની સમજ ઉભી કરવાનો છે
દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 15 મે, 2023 ને સોમવારના રોજ નવી દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પર એક તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એન્ડ પાર્લામેન્ટરી સ્ટડીઝ (ICPS) દ્વારા પાર્લામેન્ટરી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસીસ (PRIDE)ના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય સંસદ, રાજ્ય વિધાનસભાના અધિકારીઓમાં અને વિવિધ મંત્રાલયો, વૈધાનિક સંસ્થાઓ અને અન્ય સરકારી વિભાગો કાયદાકીય મુસદ્દા તૈયાર કરવાના સિદ્ધાંતો અને પ્રથાઓની સમજ ઊભી કરવાનો છે.
કાયદાનો મુસદ્દો સમાજ અને રાજ્યના કલ્યાણ માટે લાગુ કરવામાં આવતી નીતિઓ અને નિયમોના અર્થઘટન પર મોટી અસર કરે છે. કાયદાના મુસદ્દાકારો લોકશાહી શાસનને પ્રોત્સાહન આપતા અને કાયદાના શાસનને અસર કરે તેવા કાયદાઓ બનાવવા માટે જવાબદાર હોવાથી, તેથી તે જરૂરી છે કે તેઓને તેમની કુશળતાને તીક્ષ્ણ બનાવવા માટે સમય સમય પર તાલીમ આપવામાં આવે. તાલીમ કાર્યક્રમ તેમને તેમની ક્ષમતા નિર્માણમાં મદદ કરશે.