Site icon Revoi.in

અમિત શાહ નવી દિલ્હીમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મંગળવાર, 15 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીમાં 76 આરઆર (2023 બેચ) ના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે. વાતચીત દરમિયાન પ્રોબેશનરી અધિકારીઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી સાથે તેમના તાલીમના અનુભવો વહેંચશે.

નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની કટિબદ્ધતા પૂર્ણ કરવામાં યુવાન પોલીસ અધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ બેઠક દરમિયાન પ્રોબેશનરી અધિકારીઓને દેશની આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે ગૃહમંત્રી પાસેથી માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે.

ભારતીય પોલીસ સેવા 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ બેઝિક કોર્સ ટ્રેનિંગ ફેઝ-1 પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ (સીપીઓ) સાથે બે અઠવાડિયાની તાલીમ પછી, આઈપીએસ તાલીમાર્થી અધિકારીઓ તેમના સંબંધિત કેડરમાં 29 અઠવાડિયાની જિલ્લા વ્યવહારિક તાલીમ લેશે.