Site icon Revoi.in

અમિત શાહ આજે તમિલનાડુની લેશે મુલાકાત,વેલ્લોરમાં વગાડશે લોકસભા ચૂંટણીનું બ્યુગલ

Social Share

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે તમિલનાડુની મુલાકાત લેશે અને વેલ્લોરમાં એક જાહેર સભાને સંબોધિત કરીને 2024ની લોકસભા ચૂંટણીનું બ્યુગલ વગાડશે. ચેન્નાઈમાં તેમના આગમન પર શાહ ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના નેતાઓને મળે તેવી શક્યતા છે. આ પછી તેઓ ભાજપના આઉટરીચ પ્રોગ્રામના ભાગરૂપે વેલ્લોરમાં એક જાહેર સભાને સંબોધશે.

નોંધનીય છે કે ભાજપ કેન્દ્રમાં પાર્ટીની સરકારની નવમી વર્ષગાંઠ નિમિત્તે 30 મેથી 30 જૂન સુધી એક મહિનાનો જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. શાહ વેલ્લોર કાર્યક્રમ બાદ આંધ્રપ્રદેશ જશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે શાહની મુલાકાત ભાજપના પાયાના કાર્યકરોને પ્રેરિત કરશે અને લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ચાવીરૂપ બનશે. તેમજ 2026ની વિધાનસભાની ચૂંટણી પાર્ટી માટે ઘણી મહત્વની રહેશે.

રાજ્યમાં ભાજપના ચાર ધારાસભ્યો છે. પાર્ટી રાજ્યમાં સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. તમિલનાડુ માટે ભાજપના રાષ્ટ્રીય સહ-પ્રભારી પી. સુધાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ જાહેર સભાનું આયોજન અમારા ‘મહા જન સંપર્ક’ના ભાગ રૂપે કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષની સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે. હું લોકોને કહેવા માંગુ છું.તેમણે કહ્યું કે દરેક સંસદીય ક્ષેત્રમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેડ્ડીએ કહ્યું કે પાર્ટી કંદનેરી ખાતે જાહેર સભા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી રહી છે, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે.કે. અન્નામલાઈ બેઠકની અધ્યક્ષતા કરશે