મુંબઈ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મોટાબહેન રાજેશ્વરીબહેન શાહનું આજે મુંબઈમાં નિધન થયું છે. રાજેશ્વરીબહેનની વય 65 વર્ષની હતી અને તેઓ ફેંફસાની બીમારીથી પીડિત હતા. એક માસ પહેલા જ તેમને અમદાવાદથી મુંબઈમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
રાજેશ્વરીબહેનના નિધન બાદ અમિત શાહે ગુજરાતમાં પોતાના તમામ કાર્યક્રમોને રદ્દ કર્યા છે. અમિત શાહના બહેનના નિધનના સમાચાર મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ દિલાસો પાઠવ્યો છે. તેમણે કહ્યુ છે કે રાજેશ્વરીબહેનનું જવું શાહ પરિવાર માટે આઘાત છે. હું વ્યક્તિગત રીતે આ શોકમાં સામેલ છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અમિતભાઈ અને પુરા શાહ પરિવારને આ આઘાતમાંથી ઉભરવાની શક્તિ મળે.
ભાજપના એક પદાધિકારીએ કહ્યુ છે કે તેઓ કેટલાક સમયથી ઠીક ન હતા અને મુંબઈની એક હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો, જ્યાં તેમણે સોમવારે સવારે આખરી શ્વાસ લીધો.
તેમણે કહ્યુ કે પોતાની બહેનના નિધાન બાદ અમિત શાહે દિવસના પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. રાજેશ્વરીબહેનના પાર્થિવ શરીરને આજે સવારે અહીં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું અને તેમનો અંતિમ સંસ્કાર બપોરે થલેત જ સ્મશાનમાં કરાશે.
ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા અમિત શાહ ભાજપ સમર્થકો સાથે મકરસંક્રાંતિ મનાવવા માટે રવિવારથી અમદાવાદમાં હતા. સોમવારે તેમના બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કાર્યક્રમો હતા.
અમિત શાહ બનાસકાંઠાના દેવદાર ગામમાં બનાસ ડેરીની વિભિન્ન યોજનાઓના ઉદ્ઘાટન કરવાના હતા. બપોરે તેમનો ગાંધીનગરમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં વિભિન્ન વિકાસાત્મક યોજનાઓના ઉદ્ધાટનનો કાર્યક્રમ હતો.