દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધસિયારી કલ્યાણ યોજાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી પશુઓ માટે ચારો એકત્ર કરતી મહિલાઓના માથા ઉપર બોજ ઓછો થશે અને તેમને સમય અને શ્રમની બચત પણ શશે. આ પહેલા અમિત શાહેર સહકારી સમિતિઓના કોમ્પ્યુરાઈઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ફરી એકવાક ઉત્તરાખંડમાં પૂર્ણ બહુમતથી સરકાર ભાજપ બનાવી શકે છે. ઉત્તરાખંડની ભેટ પૂર્વ વડાપ્રધાન અટલજીએ આપી હતી. જ્યારે અહીં વિકાસના કામ પીએમ મોદી કરી રહ્યાં છે.
તેમણે વધુમાં કહ્યું કે, પૈક્સ સોસાયટી કોમ્પ્યુરાઈઝ થતા સભ્યોને પણ લાભ મલશે. કેન્દ્ર સરકાર પણ આ દિશામાં આગળ વધી રહી છે. નજીકના ભવિષ્યમાં આ મુદ્દે દેશના તમામ રાખ્યોમાં ઉત્તરાખંડ મોડલ અપનાવવામાં આવશે. પહેલા કહ્યું હતું કે સત્તામાં આવી શું તો ઉત્તરાંખડમાં વિકાસ કરીશું. હાલ ઉત્તરાખંડમાં ચારેય તરફ વિકાસ થઈ રહ્યો છે. પ્રજાને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પણ મળી રહ્યો છે. ઉત્તરાખંડના એક દિવસના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિત શાહનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ એક દિવસના પ્રવાસ દરમિયાન અનેક લોકહિતની યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. તેમજ ગ્રાઉન્ડ લેવલે ભાજપને વધારે મજબુત કરવા માટે કાર્યકરોને હાંકલ કરી હતી.