દિલ્હીઃ બોલીવુડના મહાનયક અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં ઉત્તરાખંડની સંદર વાદીઓ, પર્યટન સ્થળો અને વિકાસની ઝલકથી દેશ-દુનિયાને માહિતગાર કરશે. બીગ બીના નામથી ઓળખાતા અમિતાભ બચ્ચન ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મે’ કહેતા નજરે આવે છે એવી જ રીતે ‘કુછ દિન તો ગુજારો મેરે ઉત્તરાખંડ મે’ બોલતા જોવા મળશે. આ માટે સરકારે એક કંપની સાથે વર્ષના રૂ. 12.48 કરોડનો કરાર કર્યો છે.
સરકારના મંત્રી મકન કૌશિકે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના પર્યટનને નવી ઉંચાઈ સુધી લઈ જવી છે. જેથી રાજ્યમાં હિમાલયી સુંદરતા, ચારધામ, ગંગા, યમુનાના કિનારા, કાર્બેટ, રાજાજી સહિતના પર્યટન સ્થળોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવુશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ ઉત્તરાખંડમાં ફિલ્મના શૂટીંગનો સિલસિલો વધ્યો છે. હાલ બે મોટા પ્રોડકશન હાઉસની ફિલ્મનું મસૂરી અને દહેરાદૂનમાં શૂટીંગ ચાલી રહ્યું છે. લોકડાઉન બાદ ઉત્તરાખંડમાં લગભગ 150 જેટલી ફિલ્મ, વેબ સીરીઝ, ગીત અને સિરીયલના શૂટીંગની મંજૂરી આપવામાં આવી હતી.