કલાને સીમાડા નથી હોતા કહીને ભારતની સાથે દુશ્મની રાખનારા પાકિસ્તાન અને પુલવામા એટેકને નહીં વખોડનારા પાકિસ્તાની કલાકારોને ભારતમાંથી જવાબ મળી રહ્યો છે. આવા સંજોગોમાં બોલીવુડના શહેનશાહ તરીકે ખ્યાતનામ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને હોલીવુડની ફિલ્મોમાં પાકિસ્તાની કિરદાર કરીને વાહવાહી લુંટવાનું કામ કરનારી બોલીવુડની કલાના નામે ભારતીયોની લાગણીઓને છેતરનારી ટોળકીને એક ઉદાહરણ દ્વારા મોટો સંદેશો પણ આપ્યો છે.
અમિતાભ બચ્ચ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ તેરા યાર હૂંના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને હિંદી, તમિલ, બંગાળી ભાષાઓમાં પ્રસારીત કરવામાં આવશે. આ ફિલ્મ બાદ અમિતાભ બચ્ચન એક હોલીવુડ ડાયરેક્ટરની ફિલ્મમાં પાકિસ્તાની શખ્સની ભૂમિકા અદા કરવાના હોવાના અહેવાલ હતા. પરંતુ હવે રિપોર્ટ મુજબ, આ ફિલ્મને અમિતાભ બચ્ચને નકારી છે. કહેવામાં આવી છે કે બિગ બીએ ‘હું પાકિસ્તાની નહીં બનું’ કહેતા ફિલ્મથી પોતાની જાતને અળગી કરી લીધી છે.
ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચનને ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઈનર રેસલ પોક્યૂટીની એક ફિલ્મમાં પાકિસ્તાની શખ્સની ભૂમિકાનો પ્રસ્તાવ મળ્યો હતો. આ ફિલ્મ માટે પહેલા બિગ બીએ હામી પણ ભરી દીધી હતી. જો કે બાદમાં ડેટ્સ નહીં મળવાને કારણે વાત આગળ વધી શકી ન હતી. અમિતાભ બચ્ચનના શિડ્યૂલ પ્રમાણે બ્રહ્માસ્ત્ર અને તેરા યાર હૂં મૈં બંને ફિલ્મોના શૂટિંગ સમાપ્ત થયા બાદ ડેટ્સ છે. રસેલે ઘણો લાંબો સમય સુધી અમિતાભ બચ્ચનની રાહ જોઈ અને છેલ્લે હવે ફિલ્મ નહીં કરવાનો બિગ બીએ નિર્ણય કર્યો છે.
બિગ બી દ્વારા આ ફિલ્મ નહીં કરવા પાછળનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો હોવાનું જણાવવામાં આવે છે. તેવામાં દેશમાં સંવેદનશીલ માહોલને જોતા અમિતાભ બચ્ચને પાકિસ્તાની શખ્સના કિરદાર કરવાની ઓફર ધરાવતી હોલીવુડનવી ફિલ્મને નકારી છે. રસેલે બે વર્ષ પહેલા ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરી હતી. બિગ બીને બંને દેશો વચ્ચે શાંતિનો સંદેશો આપનારી ફિલ્મ બેહદ પસંદ આવી હતી. મહત્વપૂર્ણ છે કે ફિલ્મ તેરા યાર હૂં મૈં- માં અમિતાભ બચ્ચન સિવાય એસ. જે. સૂર્યા અને રામ્યા કૃષ્ણનન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન ટી. તમિલવનન કરી રહ્યા છે અને તેના ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણ કુમાર, ઓમપ્રકાશ ભટ્ટ અને સુજય શંકરવર નિર્માતા છે.