Site icon Revoi.in

3G, 4G નહીં, અમારા સમયમાં માત્ર પિતાજી, માતાજી અને ગુરુજી હતા : અમિતાભ બચ્ચન

Social Share

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં ફિલ્મી પ્રોજેક્ટ્સ સાથે રિયલિટી શૉ કોન બનેગા કરોડપતિના શૂટિંગમાં ઘણાં વ્યસ્ત છે. તેની સાથે જ અમિતાભ બચ્ચને સોશયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. બચ્ચન સોશયલ સાઈટ્સ દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેવામાં તેમના ટ્વિટ ઘણાં ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર અમિતાભ બચ્ચને એક એવું ટ્વિટ કર્યું છે કે જેની ઘણી પ્રશંસા થઈ રહી છે.

મહાનાયક અમિતાભ બચ્ચને 3જી, 4જી કનેક્શન પર મજાક કરતા સોશયલ મડિયા પર કહ્યુ છે કે 3જી, 4જી નહીં, માત્ર ગુરુજી અને પિતાજી. બિગ-બીએ લખ્યું છે કે અમારા સમયમાં 3જી, 4જી, 5જી ન હતા, માત્ર ગુરુજી, પિતાજી, માતાજી હતા. એક જ થપ્પડમાં નેટવર્ક આવી જતું હતું.

બિગ બીની આ મજાક પર ઘણાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું છે કે શું વાત કહી દીધી સર. અન્ય યૂઝરે લખ્યું છે કે બિલકુલ સાચું.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા અમિતાભ બચ્ચને પોતાના ફોનના નેટવર્ક ઈશ્યૂને લઈને પણ ટ્વિટ કરીને ફરિયાદ કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં સ્યે રા નરસિમ્હા રેડ્ડી, બ્રહ્મપુત્ર, ગુલાબો સિતાબો અને ચેહરે ફિલ્મમાં કામ કરી રહ્યા છે.