- બિગબીની ટ્વિટર પોસ્ટ વિવાદમાં
- મેટ્રોનું સમર્થન કરનાર બિગબી સામે રોષ
- બચ્ચન સાહેબના ટ્વિટર પર બબાલ
- ટ્વિટર પર કર્યો મેટ્રો પ્રોજેક્ટને સપોર્ટ
- પર્યાવરણ પ્રેમીઓએ બિગબી સામે રોષ વ્યક્ત કર્યો
બૉલિવૂડના શહેનશાહ અમિતાબ બચ્ચને ટ્વિટર પર ટ્વિટ કરીનેમેટ્રોના પ્રોજેક્ટને સપોર્ટ કર્યો છે,જેને લઈને પ્રયાવરણ પ્રેમીઓ દ્વારા તેમના બંગલાની બહાર બુઘવારની સવારથી જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે,વિરોધકર્તાઓ બિગબીના ઘરની બહાર પોસ્ટરો અને બેનર્સ લઈને દેખાવો કરી રહ્યા છે,તેમના વિરોધનું કારણ અમિતાબ બચ્ચનો મેટ્રો ટ્રેનને સપોર્ટ છે.બિગબીએ મેટ્રોને સપોર્ટ કરતું એક ટ્વિટ પોતાના ટ્વિટર પર કર્યું છે,જેને લઈને અનેક લોકો તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે,તેમના ઘરની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી, વિરોધ કરનારા લોકો ‘સેવ અરે’ નામના પોસ્ટરો લઈને હંગામો મચાવી રહ્યા છે.
એક પ્રદર્શનર્તા અભય ભાવેશીએ આ વિશે વાત કરતા કહ્યું કે, “અમિતાબની સિક્યોરિટી તરફથી સવાલ કરવામાં આવ્યો કે તમે શું કરી રહ્યા છો? શું તમારા પાસે પરવાનગી છે?,તેના જવાબમાં મે કહ્યું, આ મારો મૌલિક અધિકાર છે કે, હું એક બેનર સાથે અહીયા રસ્તાપર ઊભો રહી શકુ છું જેથી અમિતાબના ટ્વિટરનો જવાબ આપી શકું,અમિતાબે કહ્યું કે ગાર્ડનમાં વૃક્ષો વાવવા જોઈ પરંતુ ગાર્ડન જંગલ નથી બની શકતું”
અમિતાબનું ટ્વિટ વિવાદનો વિષય બન્યું
હાલમાં જ અમિતાબ બચ્ચને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરીને મુંબઈની મેટ્રોના વખાણ કર્યા હતા,તેમણે કહ્યું કે,“આ પ્રદુષણનું સમાધાન છે,મારા એક મિત્રને મેડિકલ ઈમરજન્સી હતી તેણે કારના બદલે મેટ્રો પસંદ કરી,પરત આવીને તેણે જણાવ્યું કે,મેટ્રો ઝડપી,સુવિધાજનક અને સૌથી ઉત્તમ છે આ ઉપરાંત તેમણે આગળ એમ લખ્યું કે, ‘પ્રદુષમનું સમાધાન’ વધુ વૃક્ષો વાવો,મે મારા ગાર્ડનમાં વૃક્ષો લગાવ્યા છે,શું તમે લગાવ્યા છે? ”
મુંબઈ મેટ્રોના ઓફિશિયલ અકાઉન્ટ પરથી ટ્વિટ પર બિગબીને વળતો જવાબ પણ આવ્યો હતો, “શ્રી માન બચ્ચન અમને એ જાણીને ખુબ નંદ થયો કે, તમારા મિત્રએ જરુરતના સમયે મેટ્રો પર વિશ્વાસ કર્યો,અને મુંબઈવાસીઓ સાથે આ અનુભવને શૅર કરવા બદલ તમારો આભાર,તમારો દિવસ મંગલમય રહે”
છેલ્લા કેટલાક દિવસથી મેટ્રો યાર્ડના નિર્માણ માટે આરે જંગલમાં 2700 થી પમ વધુ વૃક્ષો કાપવાની ઘટનામાં અનેક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે,આ વિરોધમાં એક્ટ્રેસ શ્રધ્ધા કપુરનો પણ સમાવેસ થાય છે,તેણે મુંબઈના બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના વૃક્ષ ઓથોરિટીના નિર્ણયને વાહયાત ગણાવ્યો હતો. લોકોએ પણ ટ્વિટર પર સરકારને તેમના નિર્ણય પર પુનર્વિચારણા કરવા અને તેમાંથી પાછા વળવા જણાવ્યું છે.
ત્યારે સખત વિરોધની વચ્ચે આવી પસ્થિતિમાં મુંબઇ મેટ્રોના સમર્થનમાં અમિતાભના ટ્વીટથી લોકોમાં રોષ જોવા મળ્યો છે,લોકો તેમનાથી નારાજ છે. કારણ કે જો મેટ્રો બનાવવામાં આવશે તો વૃક્ષોનું હનન કરવામાં આવશે ને તે પ્રયાવરણ માટે હાનિકારક છે,માટે પર્યાવરમ પ્રેમીઓ અમિતાબ બચ્ચનના આટ્વિટને વખોળ્યું છે