- આમળામાં વિટામીન સી હોય છે
- આમળાનો રસ પીવાથી વાળ સુંદર રેશમી બને છે
- આમળા ખાવાથી લોહી શુદ્ધ થાય છે
- આમળાના સેવનથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે
શિયાની ઋતુમાં આમળા મોટા પ્રમાણમાં બજારોમાં જોવા ણળે છે,આમળાનો ઉપયોગ સામાન્ય રીતે જુદી જુદી રીતે થતો આવ્યો છે,આમળાને પ્રાચીન સમયનું ઔષધ ગણવામાં આવે છે,આથેલા આમળા, સુકવેલા આમળા,આમરાનું ચુરણ, આમળાનું અથાણું,આમળાનો મુરબ્બો આમ જુદી જુદી રીતે મળાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કાચા આમળા અને તેનો રસ શરિર માટે ખુબ જ ફાયદાકારક છે,આમળોથી શરીરનું લોહી તો શુદ્ધ બને જ છે પરંતુ તેની સાથે સાથે વિટામીન સી અને અનેક બીજા લાભ પણ થાય છે.
સામાન્ય રીતે આમળામાં મોસંબી અને નારંગી કરતા વધુ વિટામિન C મળે છે, આમળામાં એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. આમળાનો રસ પીવાથી થોડા દિવસોમાં જ શરીરમાં તેની સકારાત્મક અસર જોવા મળે છે.
આમણામાં રહેલા ગુણો અને તેનાથી થતા ફાયદાઓ
- કાચા આમળા ખાવાથી અથવા તેનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે.
- આમળાના સેવન કરવાથી હ્દયને લગતી બીમારીઓ દુર થાય છે.
- આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે સાધાના દુખાવામાં રાહત કરે છે.
- આમળામાં ડાયયૂરેટિક ગુણ હોય છે જે યૂરિન સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો આપે છે
- આમળાના સેવનથી પાચનક્રિયા મજબુત બને છે અને પેટની સમસ્યાઓ દુર થાય છે
- આ સાથે જ મળાના સેલનથી કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
- આમળા તથા તેનો રસ પીવાથી ટોક્સિન્સ દૂર થાય છે. સ્કિન ખુબ જ ,સુંદર ચમકદાર બને છે
- આમળાથી વાળ કાળા અને ઘટ્ટ બને છે સાથે વાળ ખરતા અટકે છે અને વાળનો ગ્રોથ પણ થાય છે.
સાહિન –