Site icon Revoi.in

દેશના સૌથી લોકપ્રિય 11 મુખ્યમંત્રીઓમાં 9 બિનભાજપ સાશિત રાજ્યના CM

Social Share

દિલ્હીઃ દેશમાં કરવામાં આવેલા એક સર્વેમાં સૌથી વધારે જાણીતા 11 મુખ્યમંત્રીઓમાં 9 મુખ્યમંત્રી નોન ભાજપ શાસિત રાજ્યના છે. જો કે, આ સર્વેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 29 ટકા લોકોએ પસંદ કર્યાં હતા. ટોચના પાંચ મુખ્યમંત્રીઓમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે. આ સર્વે ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો હતો.

સર્વે અનુસાર દેશમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં પ્રથમ ક્રમે એમ.કે.સ્ટાલિન, બીજા ક્રમે નવીન પટનાયક, ત્રીજા નંબર ઉપર વિજ્યન, ચોથા ક્રમે ઉદ્ધવ ઠાકરો અને પાંચમાં ક્રમે મમતા બેનર્જીનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભાજપના હિમંત બિસ્વ સરમા અને યોગી આદિત્યનાથનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં એક વર્ષમાં 66 ટકા સુધીનો ઘટાડો થયો છે. સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે, આગામી પીએમ કોણ હોઈ શકે છે. ઓગસ્ટ 2021માં 24 ટકા લોકોએ પીએમ મોદી ઉપર પસંદગી ઉતારી હતી. જાન્યુઆરી 2021માં આગામી પીએમ તરીકે 38 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને પસંદ કર્યાં હતા. એટલું જ નહીં ઓગસ્ટ 2020માં 66 ટકા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પસંદગી ઉતારી હતી. સર્વેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને ઓગસ્ટ 2021માં સાત ટકા લોકોએ પીએમ માટે લાયક ગણાવ્યાં હતા. જાન્યુઆરી 2021માં આઠ ટકા લોકોની પસંદગી અમિત શાહ હતા. જો કે, ઓગસ્ટ 2020માં 4 ટકા લોકોએ પીએમ તરીકે અમિત શાહની પસંદગી કરી હતી.