ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ
- દેશના સર્વ શ્રેષ્ઠ રહેવા માટેના શહેરોમાં બેંગલુરુ અને શિમલા
- આ યાદીમાં અમદાવા ત્રીજા સ્થાન પર
દિલ્હી – તાજેતરમાં જ ભારત સરકાર તરફથી ઈઝ ઓફ લિવિંગની યાદી જારી કરવામાં આવી છે જેમાં દેશમાં રહેવાની દ્રષ્ટિએ સર્વ શ્રેષ્ઠ શહેરોમાં સૌથી મોટા શહેરમાં બેગલુરુ અને નાના શિમલાનો ઉલ્લખએ કરવામાં આવ્યો છે,
ભારત સરકાર તરફથી ઈઝ ઓફ લિવિંગ એટલે કે જીવન જીવવાની સુસંગતાની યાદીમાં 10 લાખથી પણ વધુ વસ્તી ઘરાવતા શહેરોમાં બેંગલુરુ શહેર પ્રથમ નંબર પર આવ્યું છે.આજ યાદીમાં પૂણે બીજા સ્થાન પર તો અમદાવાદ શહેર ત્રીજા સ્થાન પર જોવા મળ્યું છે.
આ સૂચિમાં બરેલી, ધનબાદ અને શ્રીનગર છેલ્લે ક્રમાંકિત શહેરોમાં સામેલ થયા છે. 2020 માં 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોની વાત કરીએ તો શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં શિમલા પ્રથમ ક્રમે છે અને બિહારનું મુઝફ્ફરપુર છેલ્લા ક્રમે સમાવેશ પામે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો તેમજ ઇઝ ઓફ લિવિંગ પર ભાર મૂક્યો છે, તેથી આ સૂચિ ખૂબ મહત્વ ધરાવે છે. આ સૂચિને પ્રાધાન્યમાં રાખીને સરકાર શહેરી વિકાસ પરના ખર્ચ પણ નક્કી કરે છે.
સાહિન-