ફળોમાં ચીકુ પણ આરોગ્ય ને આટલી રીતે પોહચાડે છે ફાયદો, જાણો તેમા સમાયેલા ગુણઘર્મો
- ચીકુ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે
- આંખની રોશની ટકાવી રાખવાથઈ લઈને કબજિયાતને દુર કરે છે
- શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે
દરેક જાતના ફળો શરીર માટે ફાયદા કારક હોય છે, જો કે તેમાં ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદમાં મીઠૂં તો છે સાથે સાથે અઢળક ગુણોથી ભરપુર પણ છે, શરીર ની તંદુરસ્તી જળવવામાં તેનું મહત્વ રહેલું છે.. આ સાથે આ ફળ નો ઉપયોગ ઘણી પ્રકાર ની દવા બનાવવામાં પણ કરવામાં આવતો હોય છે.
ચીકુમાં સમાયેલા તત્વો
- ચીકુમાં ૭૧ ટકા પાણી સમાયેલું હોય છે
- ચીકુમાં ૧.૫ ટકા પ્રોટીન સમાયેલપું હોય છે
- ચીકુમાં ૧.૫ ટકા ફેટ તેમજ ૨૫.૫ ટકા કાર્બોહાઈડ્રેટ ના તત્વો મળી આવે છે.
- ચીકુમાં ૧૪ ટકા સુગર તેમજ લોહ તત્વો જોવા મળે છે.
જાણો ચીકુના સેવનથી થતા ફાયદાઓ
- ચીકુમાં વિટામીન એ પૂરતા પ્રમાણ મા હોવાથી આંખોની દૃષ્ટિ મજબુત બનાવે છે.
- આંખો મા પીડા થતી હોય અથવા તો દેખાવા મા તકલીફ હોય તો ચીકુ ખાવાથી ઘણી રાહત થાય છે.
- ચીકુમાં ફાઈબર નું પ્રમાણ વધુ હોવાના કારણે તે કબજિયાત અથવા તો અપચા જેવી તકલીફોમાં રાહત આપે છે.
- ચીકુનું રોજ સેવન કરવાથીપાચનતંત્ર મજબુત બને છે અને સારુ કાર્ય કરે છે
- ચીકુના સેવનથી મેદસ્વીતાપણું પણ ઓછુ થાય છે.
- ચીકુ ખાવાથી શરીરમાં ગ્લુકોઝ નું પ્રમાણ જળવાઈ રહે છે અને શરીરને શક્તિ મળે છે.
- ચીકુ કેન્સર જેવા જીવલેણ રોગમાં પણ ફાયદા કારક છેકોલન કેન્સર, ઓરલ કેવીટી તેમજ ફેફસાં માટે ફાયદા કારક છે.
- ચીકુને એન્ટી-ઇન્ફલેમેંટરી એજન્ટ માનવામા આવે છે તેના સેવનથી કબજિયાત, જાળા તેમજ આંખ સંબંધિત એનીમિયા જેવા રોગોમાં રાહત મળે છે.
–