Site icon Revoi.in

અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે એક કંપનીમાંથી મળ્યો ઈન્જેકશનનો જથ્થો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. વહેલી સવારથી કોરોના પીડિત દર્દીના પરિવારજનો ઈન્જેકશન લેવા લાઈનો લગાવે છે. બીજી તરફ ઈન્જેશનની કાળા બજારી રોકવા માટે તંત્ર સતર્ક બન્યું છે. દરમિયાન શહેરના ગોતા વિસ્તારમાં આવેલી એક ફાર્મા કંપનીમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન 400 જેટલા ઈન્જેકશનનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે ગોતા આવેલી ફાર્માસ્યુટિકલમાં છાપો માર્યો હતો.  જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો એક તરફ લોકો આ ઇન્જેક્શન લેવા લાઈનો લગાવી રહ્યા છે તો અહીં આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસ ચલાવી રહી છે દરમિયાન વડોદરામાં પણ બે ફાર્મા કંપની સામે કાર્યવાહી હાથ કરાઈ હતી.

અમદાવાદના ગોતા વિસ્તારમાં કંપનીમાં સ્ટોકિસ્ટ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રાખીને લોકોને રિટેલમાં વેચવામાં આવતો હતો. દરોડા દરમિયાન કંપનીમાંથી રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મળી આવ્યા હતા. ક્રાઈમબ્રાન્ચે આ અંગે તપાસ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.