Site icon Revoi.in

અમરેલી ફાયરબ્રિગેડ આધુનિક રેસ્ક્યુ ઈકવીપમેન્ટથી સજ્જ થઈ

Social Share

અમરેલીઃ આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડ ક્વાર્ટર ખાતે ઘણા બધા ઈકવ્યુપમેન્ટ આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઈકવીપમેન્ટ આપવામાં આવ્યા છે.

જેમાં અંડર વોટર કેમેરા, રેસક્યુ બોટ, ફ્લોટિંગ પંપ, રેસ્કયુ રોબોટ બોયા, ટેન્ટ જેવા ઈકવીપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ. ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીના ઠેબી ડેમ ખાતે તમામ ઈકવીપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયા ઉપસ્થિત રહ્યા હતા. કઈ રીતે અમરેલી જિલ્લા ફાયર ટીમ ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરે છે અને જે ઈકવ્યુપમેન્ટ કઈ રીતે કામ કરે છે, તેનું નિરીક્ષણ કર્યું હતું. અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવી અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.

અમરેલી જિલ્લાને ઘણા સમયબાદ આવી અમૂલ્ય ભેટ મળી છે, જેની મદદથી અમરેલી ફાયર ટીમ લોકોનું રેસ્ક્યું કરવા સક્ષમ રહેશે. અમરેલીમાં ફાયરના સાધનોમાં વધુ એક વધારો થતા અમરેલી જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.