Site icon Revoi.in

અમરેલીમાં લોકોને રાહત, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 7 કેસ નોંધાયા

Social Share

અમરેલી: રાજ્યમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ જ રહ્યા છે સાથે અમરેલી જિલ્લામાં પણ કોરોના વાયરસ દિન પ્રતિદિન ધીમો પડી રહ્યો છે. હવે કોરોના વાયરસના કેસ માત્ર નહીંવત જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં માત્ર 7 કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો લીધો હતો.અમરેલી જિલ્લામાં માત્ર 4 જ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે,જેમાં બાબરા તાલુકામાં માત્ર 1,બગસરા તાલુકામાં સૌથી વધુ ૩, લીલીયા તાલુકામાં 1 અને સાવરકુંડલા તાલુકામાં 2 કોરોના વાયરસના કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 430 લોકોના સેમ્પલો લઇ ચકાસણી અર્થે મોકલાતા હાલમાં જિલ્લામાં 64 એક્ટિવ કેસો છે.એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી.કોરોનાને મ્હાત આપી સાજા થતા 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, અને 3,911 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો કે હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે. આજે દેશમાં 34 હજાર જેટલા કેસ સામે આવતા હવે લોકોમાં રાહત છે. અને જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં આગામી મહિના સુધીમાં કોરોનાવાયરસના કેસ ખૂબ ઓછા પ્રમાણામં થઈ શકે છે.