Site icon Revoi.in

અમૃતસરઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનની હલચલ,BSFના જવાનોએ કર્યું ફાયરિંગ

Social Share

દિલ્હી : પાકિસ્તાની ડ્રોનને ભારતીય સરહદમાં ઘુસાડવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે જ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદમાં ઘુસી ગયું હતું. આ દરમિયાન B.S.F. પોલીસ દ્વારા લગભગ 1 ડઝન રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જીલ્લા હેઠળ આવતા ભારત-પાક બોર્ડરના સેક્ટર ખેમકરણમાં બી.ઓ.પી.મીયા વાલા ઉતાડના પિલર નંબર 158,03 દ્વારા ગઈકાલે રાત્રે 12.57 વાગ્યે પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં પ્રવેશવા સંબંધિત અવાજ સંભળાયો, જે પછી સરહદ પર તૈનાત બીએસએફ ની 101 બટાલિયન એક્શનમાં આવી અને લગભગ 1 ડઝન રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું. આ દરમિયાન ડ્રોન 3 મિનિટ બાદ પાકિસ્તાન પરત ફર્યું હતું.

આ સંબંધિત માહિતી આપતાં એસપી ઇન્વેસ્ટિગેશન વિશાલજીત સિંહે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ખેમકરણ અને બી.એસ.એફ. શંકાસ્પદ વિસ્તારોને સીલ કરીને સરહદ નજીકના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે,  સરહદ પર પાકિસ્તાન દ્વારા ડ્રોન મોકલવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે,અહીં સતત ડ્રોન દેખાતા હોય છે જો કે સેનાના જવાનો દ્વારા સખ્ત નજર રાખી આ પ્રકારના ડ્રોનને તોડી પાડવામાં આવે છે છેલ્લા એક મહિનામાં બીએસએફના જવાનોએ આ પ્રકારની ઘણી ઘુસણખોરી અટકાવી છે.