રબારી સમાજના ઉત્થાન માટે રિવોઈ ગૃપના અમૃતભાઈ આલએ દીકરીના લગ્ન પ્રસંગે સંસ્થાને લાખો રૂપિયાનું દાન કર્યું
અમદાવાદઃ સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર વધે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ સામાજીક કાર્યકરો પણ નિરક્ષરતા દૂર થાય તેવી કામગીરી કરી રહ્યાં છે. અનેક દાતાઓ પણ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ખુલ્લા હાથે દાન કરે છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલ પણ સમાજના ઉત્થાન માટે સતત કાર્યશીલ રહે છે. દરમિયાન અમૃતભાઈ આલએ દીકરી નૂપુરના લગ્નમાં કન્યાદાન કરવાની સાથે સમાજમાં શૈક્ષણિક કાર્ય માટે ઉદારહાથે દાન આપીને અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
અમૃતભાઈ આલની દીકરી નૂપુરનો ધામધૂમથી લગ્નપ્રસંગ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને નવદંપતિને આર્શિવાદ આપ્યાં હતા. આ શુભપ્રસંગ્રે ડીસામાં ચાલતા રબારી સમાજના શૈક્ષણિક સ્પર્ધાત્મક પરીક્ષાના બ્રો રેકટ કલાસમાં રૂ. 51 હજારનું દાન આપ્યું હતું. લગ્નપ્રસંગ્રમાં ઉપસ્થિત રહેલા બ્રો રેકટ ક્લાસના આગેવાનો લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહ્યાં હતા અને શૈક્ષણિક દાન સ્વીકાર્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં ચાલતા રેકટ શૈક્ષણિક સંકુલમાં પણ રૂ. 11 લાખનું દાન અર્પણ કર્યું હતું. સામાજીક સેવાકીય કાર્ય માટે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતને પણ રૂ. 51 હજારનું દાન આપ્યું હતું. લગ્નપ્રસંગ્રમાં પણ સામાજીક અને શૈક્ષણિક દાન આપીને રબારી સમાજના નિવૃત્ત અધિકારી અને રિવોઈ પરિવારના મોભી અમૃતભાઈ વિરમભાઈ આલ દ્વારા સમાજમાં અનોખી શરૂઆત કરવામાં આવી છે.