હવે અમદાવાદ શહેરમાં 50 ટકા ક્ષમતા સાથે 7 જૂનથી દોડશે એએમટીએસ-બીઆરટીએસ બસ
- અમદાવાદમાં 7 જૂનથી બીઆરટીએસ-એએમટીએસ બસ સેવા શરુ
- 50 ટકા ક્ષમતા સાથે દોડશે બસો
અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક સેવાઓ પ્રભાવિત થઈ હતી, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આંશિક લોકડાઉન અમલી બનાવાયું હતું જે અંતર્ગત અનેક દુકાનો મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ અમદાવાદ શહેરમાં રોજીંદા જીવનમાં લોકોની જરુરી સેવા એવી એએમટીએસ અને બીઆરટીએસ પણ કોરોનાકાળ દરમિયાન બંધ કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેર તીવ્ર બનતા અમદાવાદમાંમ કોરોનાના કેસોમાં સતત વધારો થયો હતો જેને લઈને આ બસ સેવાને બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા, ત્યારથી લઈને અત્યાર સુધી દરેક લોકોના જીવનો મહત્વનો ભાગ ગણાતી આ બસ સેવા બંધ હતી.
ત્યારે હવે આટલ સમયગાળા બાદ અમદાવાદીઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે 7 જૂનના રોજથી અમદાવાદ શહેરના રસ્તાઓ પર ફરીથી એએમનટીએસ અને બીઆરટીએસ બસો દોડતી જોવા મળશે, જેનાથી રોજીંદા અપડાઉન કરનારા સામાન્ય લોકોને મોટી રાહત મળશે.
અનદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઓછા થતાવહીવટ તંત્રએ સરકાર સાથે વિચાર નિમર્શ કરીને આ ખાસ નિર્ણય લીધો છે,જો કે સરકારે આ માટેની ઠૂટ તો આપી છે પરંતુ બસમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા 50 ટકા કરવાની વાત કહી છે, જેથી 7 જૂનના રોજથી બીઆરટીએસ અને એએનમટીએશ બસો 50 ટકાની ક્ષમતા સાથે શરુ કરવામાં આવશે.