Site icon Revoi.in

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન 14 મંદિરોમાં દર્શન માટે AMTS બસ પ્રવાસ યોજના

Social Share

અમદાવાદઃ શહેરમાં નવરાત્રી દરમિયાન શહેરના 14 મંદિરોના દર્શન માટે એએમટીએસ દ્વારા ખાસ બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે. આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરનાં વિવિધ 14 જેટલાં મંદિરોમાં મુસાફરો દર્શન કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સિટિંગ અને 10 ઊભા અથવા 28 સિટિંગ અને 12 ઊભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવીને બુકિંગ કરાવી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના અમલમાં મૂકવામાં આવે છે. શ્રાવણ અને પયુર્ષણના તહેવાર બાદ નવરાત્રિ દરમિયાન શહેરના મુખ્ય મંદિરોનાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે. જેમાં એક બસ દીઠ રૂ. 2400 નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરનાં અલગ અલગ કુલ 14 જેટલાં મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે. શહેરમાં 14 સિવાયનાં બીજાં સ્થળોએ માતાજી મંદિરોમાં પણ નાગરિકો જવા ઈચ્છતા હશે તો તેઓને તે મંદિરમાં લઈ જવામાં આવશે.

AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનાથી ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં શ્રાવણ મહિનામાં વિવિધ મંદિરો તેમજ પયુર્ષણ પર્વ દરમિયાન પણ વિવિધ જૈન મંદિરોમાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવી હતી. નવરાત્રિનો તહેવાર હોવાથી લોકો મંદિરોમાં વધુ દર્શન માટે જતા હોય છે. જેને લઇ એએમટીએસ કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે.આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરનાં વિવિધ 14 જેટલાં મંદિરોમાં મુસાફરો દર્શન કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સિટિંગ અને 10 ઊભા અથવા 28 સિટિંગ અને 12 ઊભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવીને બુકિંગ કરાવી શકશે. જે તે તારીખ દરમિયાન આ બસ પ્રવાસ યોજનાનો લાભ અમદાવાદીઓ લઈ શકશે.