- અમૂલ દૂધના ભાવમાં વધારો
- 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો કરાયો
- આજથી 2 રુપિયાનો વધારો ઝિંકાયો
દિલ્હીઃ- આજે 1 લી એપ્રિલથી દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે તો દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડ સસ્તો થયો છે તો બીજી તરફ રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતું દૂધ જનતાને મોંધુ પડવા જઈ રહ્યું છે, અમૂલે 6 મહિનાની અંદેર આ બીજી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.
દેશની જનતા પર એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવ બર્ડન બની રહ્યા છે.ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યારે વધુ એક મોંઘવારીનો મારો જનતાના પાકિટ પર પડ્યો ઠે છે. હવે દૂધમાં ભાવ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમૂલ દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે અમૂલે છ મિહનાના સમયગાળા દરમિયાન ગાળામાં બીજી વખત ભાવવધારો કર્યો છે જેની સીધી અસર જનતાના પોકેટ પર પડે છે.
જાણકારી અનુસાર અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે
હવે આ નવા ભાવ લાગૂ થતાની સાથે જ પ્રતિ લિટર 64 રુપિયા ચૂકવવા પડષે, અમૂલ શક્તિ 58 પ્રતિ લિટર મળશે અને અમૂલ તાઝા 52 પ્રતિ લિટરના ભાવે મળશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે 4નો વધારો થતા 34 પ્રતિ 500 મી.લીના ભાવે વેચાશે તો બીજી તરફ અમલૂ ટી સ્પેશ્યલ 500 મીલી પણ હવે 29 રુપિયા ના બદલે 30 રુપિયામાં વેચાશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં આ ભાવ વધારો લાગૂ પડશે. આ ભાવવધારો આજ થી જ એટલે કે 1લી એપ્રિલથી લાગૂ કરાશે.