- અમૂલે ફરી વધાર્યા દૂધના ભાવ
- ફૂલક્રિમ દૂધમાં રુપિયા 3નો વધારો
- ભેંસના દૂધમાં 5 રુપિયા વધ્યા
દિલ્હીઃ- મોંધવારીના માર વચ્ચે જનતાને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે ,રોજીંદા જીવનમાં વપરાતું દૂધ સામાન્ય માણસની પમ જરુરીયાત છે ત્યારે હવે અમૂલ દ્રારા ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
અમૂલે કરેલા વધારા પ્રમાણે હવેથી ફુલ ક્રીમ દૂધમાં 3 રુપિયાનો વધારો ઝિંક્યો છે એટલે કે હવે 63 રૂપિયાને બદલે 66 રૂપિયા પ્રતિ લિટર આપવામાં આવશે. આ સહીત ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો વધારો કરીને 65 રૂપિયાથી 70 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર માત્ર દૂધ જ નહી જપરંતુ અમૂલ દહીં અને અન્ય આડપેદાશોના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.જો કે આ પહેલા પણ અમૂલે ઘણી વખત ભાવ વધાર્યા છે આજે અમૂલ ગોલ્ડ જે 32મા મળે છે તે પહેલા માત્ર 27 જેવી કિંમતોમાં મળતું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આ પહેલા ગુરુવારે ડેરી ફર્મ પરાગ મિલ્ક ફૂડ્સે ગુરુવારે ગોવર્ધન બ્રાન્ડ ગાયના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો કારણ કે ઓપરેશન અને દૂધ ઉત્પાદનની કિંમતમાં વધારો થયો હતો.ત્યારે હવે અમૂલે પણ પોતાની પ્રોડક્ટના ભાવ વધાર્યા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી શકે છે.