Site icon Revoi.in

ચોટીલા હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટેન્કરચાલકનું ઘટના સ્થળે જ મોત

Social Share

રાજકોટ: ચોટીલાથી બે કિલોમીટર આગળ અમદાવાદ તરફ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરમાં વિકરાળ આગ ભભુકી ઉઠી હતી અને ટેન્કર ચાલકનું આગમાં સળગી જતાં કરુણ મૃત્યુ થયું હતું.. ઘણા સમયથી નેશનલ હાઇવે 6 લાઇનનું ગોકળગતિએ કામ શરૂ છે જેને કારણે અકસ્માતના બનાવો વધ્યા છે.

જોકે આ અકસ્માતમાં ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કોશિશ કરી હતી. હાલ આ મુદ્દે તમામ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રસ્તા પર ટ્રાફિક જામ ન થાય તે માટેના પગલા પણ લેવામાં આવ્યા છે.