Site icon Revoi.in

કલોલના નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

Social Share

ગાંધીનગરઃ કલોલ તાલુકાના મોટી ભોયણ નજીક આવેલા કાવ્યા બ્રિજ પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર બે યુવાનોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થ 108માં અમાદાવાદ સોલા હોસ્પિટલ ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અકસ્માત બાદ કારચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કલોલ તાલુકાના મોટી ભોયણ પાસે આવેલા શુભગ્રહ સોસાયટી ટાટા હાઉસીંગ ખાતે રહેતા દિલીપભાઇ ઉર્ફ વેદાંત સુભાસભાઈ વર્મા તેમજ તેમનો મિત્ર પ્રિન્સ બપોરે 2:30 કલાકે બાઇક પર સવાર થઈને કાવ્યા બ્રીજ પાસેથી પસાર થતાં હતા તે સમય કાર ચાલકે પુર ઝડપે બાઈકને પાછળથી ટક્કર મારતા બાઇક પર સવાર દિલીપભાઈ તેમજ તેમના મિત્ર પ્રિન્સને  ગંભીર ઈજાઓ ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થ અમદાવાદ સોલા સિવિલ ત્યાંથી વધુ સારવાર અર્થ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સાંતેજ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાતા પોલીસે આ ફરાર કાર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે આવેલા સુગ્રહ સોસાયટીમાં રહેતા દીપક ઉર્ફે મેદાન સુભાષભાઈ વર્મા તેમજ તેમનો મિત્ર પ્રિન્સ તેમના બાઇક નંબર GJ 18 DS 8055 લઈને કલોલ તાલુકાના ભોયણ નજીક આવેલા કાવ્યા બ્રિજ પાસેથી બપોરે 2.30 કલાકે પસાર થતા હતા. તે સમયે મોટી ભોયણ તરફથી પૂરઝડપે આવતી કાર નંબર GJ.01 RZ.1634ના ચાલાકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે તેની કાર હંકારી ફરિયાદીના બાઇકને પાછળથી ટક્કર મારી બાઇક પર સવાર ફરિયાદી દિલીપભાઈ ઉર્ફે વેદાંત સુભાષભાઈ વર્મા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ તેમની પાછળ બેઠેલા તેમના મિત્ર પ્રિન્સને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જાઓ થતા તાત્કાલિક સારવાર અર્થ 108માં સોલા સિવિલ લઈ ગયેલા તેમજ વધુ સારવાર થઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં પ્રિંસની હાલત ગંભીર છે. આ અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. સંતજે પોલીસ સ્ટેશને ફરાર કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (File photo)