પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત પાલનપુર આબુરોડ હાઈવે પર સોનગઢ પાટિયા પાસે સર્જાયો હતો. પુરફાટ ઝડપે આવેલી ક્રેટાકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર સાથે અથડાઈ હતી. સદનસિબે કારની એરબેગ ખૂલી જતાં જાનહાની ટળી હતી, અકસ્માતને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર આબુ હાઇવે પર સોનગઢ પાટિયા પાસે ક્રેટા કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાન તરફથી આવી રહેલી ક્રેટા કાર ટ્રેક્ટરની ટોલી સાથે ટકરાતા કારના આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા.બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દાડી ગઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં પાલનપુરના સોનગઢ પાટીયા પાસે એક ક્રેટા કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેટા કાર રાજસ્થાન તરફથી આવી રહી હતી તે સમય દરમિયાન પાલનપુર તાલુકાના સોનગઢ પાટીયા પાસે ટ્રેક્ટર ટોલી વચ્ચે પુર ઝડપે આવેલી ક્રેટા કાર ધડાકાભેર ટકરાઈ હતી. ક્રેટા કાર ટ્રેક્ટરની ટોલી સાથે ટકરાતા જ કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.જેના કારણે કારની અંદરની સાઈડમાં ધડાકા સાથે જ એર બેગ ખુલી ગઈ હતી જેના કારણે કારમાં બેઠેલા તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં ટ્રેકટર ટ્રોલી પલટી જતાં ટ્રોલીમાં ભરેલી સિમેન્ટની ઈટો રોડ ઉપર ઢોળાવાના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી જઈને ઈંટો હટાવીને હાઈવે ખૂલ્લો કરાવ્યો હતો.