અમદાવાદઃ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લીંબડીના છાલિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે લીંબડી હોસ્પિટલે મોકલી આપી હતી. અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. હાઈવેને પહોળો કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. કામ ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ હાઈવે 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે માંતેલા સાંઢની માફક પુરઝડપે દોડતા વાહનોને કારણે સર્જાતા અકસ્માતની ઘટનામાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેંટતા હોય છે. ત્યારે લીંબડી નજીક હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડીના છાલિયા ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી એક ટ્રકમાં ડુંગળી ભરેલી હોય ડુંગળીના કોથળાઓ રસ્તા પર વેરવીખેર હાલતમાં પડ્યાં હતા. જ્યારે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. લીંબડી પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હાઇવે પુન:ધમધમતો કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ લીંબડી પીએસઆઇ ચલાવી રહ્યાં છે.