Site icon Revoi.in

ધારી નજીક રાજકોટની જાનની બસને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો, 25 જાનૈયાને ઈજા

Social Share

અમરેલીઃ જિલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા.  રાજકોટના પરિવારની જાનની બસ ધારી નજીકનાં આંબરડી પાસે  પહોંચી ત્યારે ઓવરટેઈક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો  હતો. વરરાજાની કારને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને તેમાં 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. લકઝરી બસ પલટી ખાતાં આસપાસના વિસ્તારોનાં લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને બસમાંથી ઈજાગ્રસ્ત જાનૈયાઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા  હતા. પોલીસ અને એમ્બ્યુલન્સ  ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને આંબરડી,ધારી તથા આસપાસના સરકારી આરોગ્ય કેન્દ્રો પર ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના પરિવારની જાનની બસ ધારી નજીકનાં આંબરડી પાસે  પહોંચી ત્યારે ઓવરટેઈક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો  હતો. વરરાજાની કારને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને તેમાં 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને બચાવની કામગીરી હાથ ધરી હતી. લકઝરી બસ પલટી ખાતાં બસમાં મુસાફરી કરતા જાનૈયામાં બુમાબુમ મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજકોટના સોલંકી પરિવારમાં લગ્ન હતા અને જાન આંબરડી જઈ રહી હતી. જાનમાં કુલ ત્રણ બસો હતો તે પૈકી એક બસ ઓવરટેઈક કરવાનાં પ્રયાસમાં પલટી ખાઈ ગઈ હતી. કેટલાંક જાનૈયાઓને ગંભીર ઈજા થતાં ધારી ઉપરાંત અમરેલી રીફર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકીય અને સેવાભાવી આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.