Site icon Revoi.in

રાજધાનીમાં ગંભીર પ્રદુષણને અટકાવવા માટે એક્શન પ્લાન રેડી – 1લી ઓક્ટોબરથી લાગશે આ પ્રકારના પ્રતિબંધો

Social Share

શિયાળાની શરુઆત પહેલા જ રાજધાની દિલ્હીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે, ત્યારે ગંભીર પ્રકારના પ્રદુષણને લઈને દિલ્હીની સરકારે  એક્શન પ્લાન રેડી કર્યો છે.જે પ્રમાણે હવે આવતા મહિને એટલે કે 1 ઓક્ટોબરથી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અમલીકરણ સાથે, વાહનવ્યવહાર વિભાગ વાહનોના પ્રદૂષણને રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવા જઈ રહ્યું છે.

રાજ્યમાં પીયુસી ચેક ન કરવાનવારાને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, ત્યારબાદ 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો જપ્ત કરીને સ્ક્રેપ કરવામાં આવશે. વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર નિયંત્રિત પ્રદૂષણનું માન્ય પ્રમાણપત્ર નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. આ માટે એન્ફોર્સમેન્ટ ટીમના સભ્યોને પણ નવા વાહનો પર તૈનાત કરવામાં આવશે.

જો પ્રદૂષણ ખતરનાક અથવા અત્યંત જોખમી સ્તરે પહોંચે છે, તો ફક્ત BS-VI વાહનોને જ રસ્તા પર ચાલવાની મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન જો BS-3, 4 વાહનો પ્રદૂષણ સાથે દોડશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જો પ્રદૂષણનું સ્તર વધશે તો અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં પ્રવેશતા વાહનોને પણ કડક  પ્રતિબંધમાંથી પસાર થવુ પડશે, વાહનવ્યવહાર વિભાગ દ્વારા અત્યારથી જ 15 હજાર ડેટલા વાહન માલિકોને વાહનો માટે પ્રદૂષણની ચકાસણી ન કરવા બદલ નોટિસ મોકલવામાં આવી છે

આ સાથે જ પ્રદૂષણ પર કડકતા માટે પ્રદુષમ નિયંત્રણ વિભાગે 80 થી વધુ ટીમો તૈનાત કરી છે. જેમ જેમ પ્રદૂષણ વધશે તેમ તેમ પ્રતિબંધો પણ વધશે. પ્રદૂષણનું સ્તર ગંભીર અથવા અત્યંત ગંભીર હોય ત્યારે માત્ર BS-VI વાહનોને જ ચાલવાની મંજૂરી આપવામાં આવશે.