એર એશિયાની પૂણેથી બેંગ્લુરુ ઉડાન ભરવા જઈ રહેલી ફ્લાઈટમાં ખામી સર્જાતા ફ્લાઈટ રોકવામાં આવી
- હવે એર એશિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખઆનમી સર્જાય
- પૂણેથી બેંગલુરુ ફ્લાઈટની ઉડા રોકવામાં આવી
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક એર કંપનીઓની ફઅલાઈટમાં ખામી સર્જવાની ઘટનાઓ સામે આવી છે આ મામલે ડીજીસીએ ઘણી વખત ચેતવણી પણ આપી છે ત્યારે હવે ેર એશિયાની ફ્લાઈટમાં ખઆમી સર્જવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રના પૂણેથી કર્ણાટકની રાજધાની બેંગલુરુ જતી એરએશિયા ઈન્ડિયાની ફ્લાઈટ રવિવારે ટેક્નિકલ ખામી જોવા મળી હતી જેને લઈને ટેક-ઓફ પહેલાં ફ્લાઈટ બંધ થઈ ગઈ હતી.
એરક્રાફ્ટ A-320 પર સવાર યાત્રીઓની સંખ્યા વિશે માહિતી મળી શકી નથી. એરએશિયા ઈન્ડિયાએ એક નિવેદનમાં પુષ્ટિ કરી કે તેની પુણે-બેંગલુરુ ફ્લાઈટ ટેક્નિકલ સમસ્યાને કારણે ગ્રાઉન્ડેડ કરવી પડી.
આ ઘટનાને લઈને મળતી માહિતી પ્રમાણે એરએશિયા ઇન્ડિયાની પુણેથી બેંગ્લોર જતી ફ્લાઇટ i5-1427એ ટેક્નિકલ ખામીને કારણે તેનું ટેક-ઓફ રદ કર્યું અને રવિવારે પરત ફર્યું. એરએશિયા ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરએશિયા ઇન્ડિયા વિલંબને કારણે મહેમાનોને થયેલી અસુવિધા બદલ માફી પણ માંગી છે.એરક્રાફ્ટના એરબસ A320ના બ્રેક ફેન મિનિમમ ઇક્વિપમેન્ટ લિસ્ટ (MEL)માં થોડી ખામી આવી હતી. તે નિયત સમયમાં ઠીક થવાનું હતું પરંતુ થઈ શક્યું નહીં. જેના કારણે ફઅલાઈટ રોકવી પડી હતી.