Site icon Revoi.in

એર ઈન્ડિયાની કેરળથી સાઉદી જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા તિરુવનંતપુરમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

Social Share

દિલ્હીઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજ શ્રેણીમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ કેરળથી સાઉદી માટે ટેકફોફ થઈ હતી જો કે ખામીના કારણે તેનું તાત્કાલિક લેન્ડિંગ તિરુવનંતપુરમમાં કરાયું હતું.

ફ્લાઈટમાં કુલ 168 યાત્રીઓ  સવાર હતા. એરલાઇનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ક્રૂ મેમ્બર્સે ટેક્નિકલ ખામી વિશે જાણકારી આપી હતી, ત્યારબાદ ફ્લાઈટને ડાયવર્ટ કરીને તિરુવનંતપુરમમાં લેન્ડ કરવામાં આવી હતી.

આ મામલે મળતી વધુ વિગત પ્રમાણે ઈ કેરળના કાલિકટથી સાઉદી અરેબિયાના દમ્મન જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ટેક્નિકલ ખામીને કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી.ફ્લાઈટને ડાયવર્ટ કર્યા બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

આ ફ્લાઇટને 12.15 કલાકે એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાનમાં લગભગ 182 મુસાફરો સવાર હતા. જોકે, કોઈ મુસાફરને નુકસાન થયું નથી. પાયલોટને રસ્તાની વચ્ચે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ ફ્લાઈટને તિરુવનંતપુરમ તરફ વાળવામાં આવી હતી.

ઘટનાને મામલે એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતે નિવેદન પણ જારી કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે  સાઉદી અરેબિયાના કાલિકટથી દમ્મામ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં 182 મુસાફરો સવાર હતા અને તેને ટેકનિકલ કારણોસર તિરુવનંતપુરમ તરફ વાળવામાં આવી હતી, આ સાથએ જ  તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનું પણ કહેવામાં આવ્યું છે,કોઈ અનહોની બની નહતી ઘટના બનતા ટળી હતી.